બારડોલીમાં ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ, 2 કિ.મી. દૂરથી ધૂમાડા દેખાયા, મેજર કોલ જાહેર
સુરત જિલ્લાના બારડોલીમાં આવેલા 11થી વધુ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને ભંગારનો જથ્થો હોવાને કારણે આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ અને તેના ધૂમાડાના ગોટેગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાયા હતા.
ઘટનાની ગંભીરતા જોતા પ્રાંત અધિકારીએ ‘મેજર કોલ’ જાહેર કર્યો હતો. ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી અને યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.
જોકે પ્લાસ્ટિક સામાન વધુ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી.
