દિલ્હી હાઈકોર્ટની ફટકાર બાદ ઈન્ડિગોની મોટી જાહેરાત: રદ થયેલી ફ્લાઇટનું રિફંડ શરૂ!
ઈન્ડિગો એરલાઈન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા સંકટ વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. દિલ્હીના હાઈકોર્ટની ફટકાર બાદ એરલાઈને રદ થયેલી તમામ ફ્લાઇટ્સ માટે રિફંડ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
એરલાઈનનું કહેવું છે કે ટૂંક સમયમાં તમામ રકમ મુસાફરોના ખાતામાં જમા થશે. જેમણે ટ્રાવેલ પાર્ટનર મારફતે બુકિંગ કરાવ્યું છે તેઓ પોતાના રિફંડ માટે સીધો customer.experience@goindigo.in પર સંપર્ક કરી શકે છે.
એરપોર્ટ પર ભારે ભીડને કારણે કલાકો સુધી અટવાયેલા “ગંભીર રીતે પ્રભાવિત” મુસાફરોને ઈન્ડિગો તરફથી ખાસ સહાય જાહેર કરવામાં આવી છે.
એરલાઈન આગામી 12 મહિનામાં ઉપયોગ કરી શકાય તેવા ₹10,000ના ટ્રાવેલ વાઉચર આપશે, જે સરકાર દ્વારા મળતા નિયમાનુસારના વળતર ઉપરાંતનું છે.
