હૈદરાબાદના એક માર્ગને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આપવામાં આવશે: તેલંગણાના CMને અમેરિકી પ્રમુખ પ્રત્યે પ્રેમ છલકાયો
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ હૈદરાબાદમાં એક મુખ્ય રસ્તાનું નામ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણયનો હેતુ “તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ” પહેલા વૈશ્વિક ધ્યાન ખેંચવાનો હોવાનું માનવામાં આવે છે.
રેવંત રેડ્ડીના જણાવ્યા મુજબ શહેરના યુએસ કોન્સ્યુલેટ જનરલની બાજુના મુખ્ય રસ્તાને “ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ” નામ આપવામાં આવશે. અમેરિકાની બહાર કોઈ વર્તમાન રાષ્ટ્રપતિનું આ રીતે સન્માન કરાયું હોય તેવી આ પ્રથમ ઘટના બનશે.
જો કે સરકારે વિવિધ માર્ગ અને વિસ્તારોને નવા નામ આપવા પાછળ હૈદરાબાદને ટેક હબ તરીકે સ્થાન અપાવવામાં યોગદાન આપનાર ટેક મહારથીઓનું સન્માન કરવાનો હેતુ હોવાનો દાવો કર્યો છે. બીજા અનેક રસ્તાઓને પણ નવા નામ આપવામાં આવ્યા છે. શહેરના અન્ય એક મુખ્ય માર્ગને ગૂગલ સ્ટ્રીટ નું નામ આપવામાં આવ્યું છે. અન્ય એક રસ્તાને માઈક્રોસોફ્ટ રોડ અને વિપ્રો જંકશન નામ આપવાની વિચારણા છે.એ ઉપરાંત રવિર્યાલા ખાતે નહેરુ આઉટર રિંગ રોડને પ્રસ્તાવિત ફ્યુચર સિટી સાથે જોડતા 100 મીટરના ગ્રીનફિલ્ડ રેડિયલ રોડનું નામ પદ્મ ભૂષણ રતન ટાટાના નામ પર રાખવાનો પણ નિર્ણય લેવાયો છે. રવિર્યાલા ઇન્ટરચેન્જનેબાયો પહેલાથી જ “ટાટા ઇન્ટરચેન્જ” નામ આપવામાં આવ્યું છે
આ પણ વાંચો :રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય : હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, હર્ષ સંઘવીએ આપી માહિતી
મુખ્યમંત્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી વ્યક્તિઓ અને મુખ્ય કોર્પોરેશનોના નામ પરથી રસ્તાઓનું નામકરણ બેવડું હેતુ પૂરો પાડે છે. તે હૈદરાબાદના વિકાસમાં યોગદાન આપનારાઓનું સન્માન કરે છે, અન્ય લોકો માટે પ્રેરણા તરીકે કાર્ય કરે છે, અને સાથે સાથે હૈદરાબાદને વૈશ્વિક માન્યતાના ઉચ્ચ સ્તર પર લઈ જાય છે.
જો કે તેમના આ નિર્ણયની ભાજપે આકરી ટીકા કરી હતી કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા બંદી સંજય કુમારે રેડ્ડી પર પ્રહાર કરતાં કહ્યું કે અને કહ્યું કે હૈદરાબાદનું નામ બદલીને ફરી એક વખત ભાગ્યનગર રાખવું જોઈએ.તેમણે કહ્યું કે જો કોંગ્રેસ સરકાર નામ બદલવા માટે આટલી ઉત્સુક છે, તો તેઓ એવી કોઈ વસ્તુથી શરૂઆત કરે જેનો ખરેખર ઇતિહાસ અને અર્થ હોય.
