રાજકોટના અટલ સરોવર પર આવતીકાલે એર-શોનું રિહર્સલ : 20 મોટી સ્ક્રીન, 30 સાઉન્ડ ટાવર મુકાશે,એક-એકથી ચડિયાતા કરતબ જોવા મળશે
રાજકોટ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યું છે તે એર-શોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આવતીકાલે શનિવારે અટલ સરોવર ખાતે એર-શોનું રિહર્સલ યોજાશે. આ કાર્યક્રમ રવિવારે યોજાનારા મુખ્ય કાર્યક્રમની સમાંતર જ હોવાથી લોકોને તેમાં ઉપસ્થિત રહેવા મહાપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી. એકંદરે તમામ કાર્યક્રમ લોકો શાંતિપૂર્વક નિહાળી શકે તે માટે તંત્ર દ્વારા અટલ સરોવર ફરતે 20 મોટી સ્ક્રીન અને 30 સાઉન્ડ ટાવર મુકવામાં આવ્યા છે.
આવતીકાલે શનિવારે એર-શોનું રિહર્સલ તેમજ એર ફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ કાર્યક્રમ અટલ સરોવર ફરતે આયોજિત થશે. એકંદરે રાજકોટ આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણ સર્જશે.

એર-શોમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ `સૂર્યકિરણ એરબોટિક ટીમ’ આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરશે. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટસની કુશળતા નાગરિકો માટે રોમાંચક દૃશ્ય સર્જી દેશે. એડ્રેનાલિન ભરેલા લૂપ્સ, બે્રક મેન્યુવર્સ, વિંગ ફોર્મેશન્સ અને હાઈસ્પીડ પાસેસ એ આ એર-શોનું મુખ્ય આકર્ષણ રહેશે.
આ પણ વાંચો :ભારત-રશિયા વચ્ચે શિખર મંત્રણા પૂરી: પુતિને કહ્યું- ભારતને ફ્યુઅલ સપ્લાય ચાલુ રહેશે,મોદીએ કહ્યું-રશિયન નાગરિકો માટે 30 દિવસના ફ્રી ઈ-ટુરિસ્ટ વિઝા

જ્યારે એર ફોર્સ બેન્ડ દ્વારા દેશભક્તિ ગીત, પ્રતિષ્ઠિત મિલિટી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઈન્સ્ટ્રુમેન્ટલન્સ અને વિશેષ વાયુસેનાની થીમ આધારિત મ્યુઝિક સહિતનુંપ્રદર્શન કરશષ. મહાપાલિકા દ્વારા સ્માર્ટસિટી વિસ્તારમાં અલગ-અલગ સ્થળે 17થી 20 ભવ્ય અને મોટી સ્ક્રીન મુકવામાં આવશે જ્યાં લોકો ઉભા રહીને અથવા ભારતીય બેઠક કરીને પ્રદર્શન નિહાળી શકશે. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકશે. જ્યારે 30થી વધુ સાઉન્ડ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે.
આજે અને આવતીકાલે એમ બે દિવસ અટલ સરોવરના ગેઈટ નં.10ના પાર્કિંગ પ્લોટમાં બપોરે 12થી સાંજે છ વાગ્યા સુધી એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લે પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શન નિહાળવા માટે અટલ સરોવરમાં પ્રવેશ લેવાની જરૂર રહેશે નહીં.
