મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી મળી : અમદાવાદ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ,પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી
મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં શનિવારે સવારે એક મુસાફરે બોમ્બ હોવાનો દાવો કરતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ક્રૂએ તાત્કાલિક પાઈલટ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી, જેના કારણે વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં 180 મુસાફરો હતા. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
શું છે સમગ્ર મામલો?
હજુ બે દિવસ પહેલા, કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી ત્યારે આજે સાઉદી અરેબિયાના મદીનાથી ભારતના હૈદરાબાદ જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E-058માં બોમ્બ હોવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. પ્લેનમાં 180 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા.
બે દિવસ પહેલા હૈદરાબાદ જતી બીજી ફ્લાઈટમાં પણ બોમ્બ કુવૈતથી હૈદરાબાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારબાદ ફ્લાઈટને મુંબઈ વાળવામાં આવી હતી. હૈદરાબાદ એરપોર્ટને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે માનવ બોમ્બ છે. જોકે, બાદમાં વિમાન મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું, અને મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા અને પ્લેનની તપાસ કરવામાં આવી, જેનાથી બોમ્બની ધમકી ખોટી સાબિત થઈ.
IndiGo Madinah-Hyderabad flight diverted to Ahmedabad due to bomb threat: Police. pic.twitter.com/3r3k5z17xu
— Press Trust of India (@PTI_News) December 4, 2025
કુવૈતથી આવતા વિમાનમાં માનવ બોમ્બ હોવાની ધમકી
બે દિવસ પહેલા, મંગળવારે, આવી જ ધમકી આપવામાં આવી હતી, જેમાં કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હૈદરાબાદ અને દિલ્હી એરપોર્ટ પર ઇમેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેમાં વિમાનમાં માનવ બોમ્બ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ધમકીની જાણ થતાં, સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક સતર્ક કરવામાં આવી હતી અને ઝડપી કાર્યવાહી કરીને, વિમાનને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :દેશની સર્વશ્રેષ્ઠ પોલીસ હોકી ટીમ કઈ? રાજકોટમાં જામ્યો જંગ, DGPના હસ્તે ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો પ્રારંભ
દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારી
ઉલ્લેખનીય છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ તેમની સતર્કતા વધારી દીધી છે. આ હોવા છતાં, બે અઠવાડિયા પહેલા, એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ આપવામાં આવી હતી. જ્યારે ટોરોન્ટો, કેનેડાથી દિલ્હી જતી ફ્લાઇટમાં પહેલા બોમ્બની ધમકી ફેલાઈ હતી, ત્યારે મુંબઈથી વારાણસી જતી ફ્લાઇટ સામે પણ બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
