રાજકોટની મારવાડી યુનિ.ના છાત્રનો આપઘાત : હોસ્ટેલથી નીકળ્યાના 20 મિનિટ બાદ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પુટર સાયન્સનો અભ્યાસ કરતા મૂળ હૈદરાબાદના ખેડૂત પરિવારના 19 વર્ષીય વિદ્યાર્થી એ હોસ્ટેલથી નીકળીને 20 મિનિટમાં જ સોખડા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. બનાવને લઈને સાથી વિદ્યાર્થી ઓ અને રૂમમેટમાં શોક છવાઈ જવા પામ્યો હતો
આ અંગની વિગતો મુજબ, નવા માર્કેટિંગ યાર્ડ નજીક રેડ રોઝ હોટેલની પાછળની બાજુએ આવેલ આર.સી.ટી એપાર્ટમેન્ટમાં હોસ્ટેલમાં રહેતો 19 વર્ષીય ગુનુસાંઈ વર્ધન રેડ્ડી નામનો યુવક રવિવારે સાંજના 5.30 વાગ્યા આસપાસ હોસ્ટેલથી નીકળી જઈને બેડીથી સોખડા વચ્ચે આવલા રેલવે બ્રિજ પાસે ટ્રેન હેઠળ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતી. બનાવે અંગે પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ મકવાણા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇને યુવકના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :હવે 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને પણ મળશે સંત સુરદાસ યોજનાનો લાભ : દિવ્યાંગોના કલ્યાણ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
પ્રથમ તો પોલીસને યુવકની ઓળખ થઈ ન હતી જે બાદ તેના ખિસ્સામાંથી મળી આવેલા કાગળિયાના આધારે અહીં રાજકોટ જ રહેતા તેમના ગામના બે મિત્રોનો સંપર્ક કરી યુવકની ઓળખ થઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવક મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને તે મૂળ આંધ્રપ્રદેશના હૈદરાબાદનો વતની છે. તેના પિતાએ વતનમાં ખેતી કામ કરે છે. જ્યારે યુવક એક ભાઈ એક બહેનમાં નાનો હતો. પોલીસે મૃતદેહનું પીએમ કરાવીને વતનમાં રહેતા તેના પરિવારની મંજૂરી લઈને મૃતદેહને તેના બે મિત્ર સાથે વતન મોકલી આપ્યો હતો. ઘટના બાબતે યુવકે ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
