વર્લ્ડ મીડિયા કોંગ્રેસ : ચર્ચા સત્રમાં વોઈસ ઓફ ડેની સક્રિય ભૂમિકા

અબુધાબીનાં એડનેકમાં ચાલી રહેલી ગ્લોબલ મીડિયા કોંગ્રેસનાં બીજા દિવસે એટલે કે બુધવારે જુદા જુદા વિષયો ઉપર ચર્ચા સત્ર યોજાયા હતા. વિશ્વભરમાંથી આવેલા મીડિયા જગતના માંધાતાઓએ મીડિયા સામેના ફેક ન્યુઝ અને એ.આઈ. જેવા પડકારો ઉપર ચર્ચા કરી હતી અને પોતાના વિચારો રજુ કર્યા હતા.

આ સત્ર દરમિયાન ‘Building a Successful Digital Publication” વિષય ઉપર ખુબ જ રસપ્રદ ચર્ચા થઇ હતી. આ ગ્લોબલ મીડિયા કોંગ્રેસમાં ભારતમાંથી એક માત્ર વોઈસ ઓફ ડે મીડિયા ભાગ લઇ રહ્યું છે અને દેશનું ગૌરવ વધારી રહ્યું છે. વોઈસ ઓફ ડેના મીડિયા બોક્સમાં બુધવારે પણ મોટી સંખ્યામાં જુદા જુદા દેશોના મીડિયા કર્મીઓ આવ્યા હતા અને આ પબ્લિકેશન વિશે માહિતી મેળવી હતી. વોઈસ ઓફ ડેનાં એમ.ડી. કૃણાલભાઈ મણિયાર અને ડીરેક્ટર મીરા મણીયાર ઉપરાંત દર્શન પરમાર, રવિ ગોંડલિયા અને વિરાજ મસાણી આ ગ્લોબલ મીડિયા કોંગ્રેસમાં હાજરી આપી રહ્યા છે અને રાજકોટ જ નહી સમગ્ર ગુજરાત અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

