કોણ કરશે એનડીએમાં ઘરવાપસી ? વાંચો
કોણ બનશે પાછા પાર્ટનર ?
લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ પાર્ટીઓ વચ્ચે જોડાણ અંગેની સમજૂતિઓ થઈ રહી છે અને હવે એનડીએ પણ પોતાના પરિવારને વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યું છે . થોડાક જ દિવસોમાં તેને એક નવો સાથી મળી જવાનું નિશ્ચિત માનવામાં આવે છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પોતાની પાર્ટી બીજેડીને એનડીએમાં ફરીથી શામેલ કરી શકે છે. આ માટે બેઠકોના દોર ચાલી રહ્યા છે અને વાત બની જશે તેમ માનવામાં આવે છે. સાથે દક્ષિણ ભારતમાં પણ એનડીએ વધુ મજબૂત બને તેવા પ્રયાસ થઈ રહ્યા છે. ઓડિશમાં પટનાયક બીજેડીને વધુ મજબૂત કરવા માંગે છે અને એ જ રીતે એનડીએને પણ લોકસભાની બેઠકો વધારવા માટે તેની જરૂર છે.
2019 ની લોકસભાની ચુંટણીમાં ઓડિશાની કૂલ 21 બેઠકોમાં મોટાભાગની સીટ બીજેડીને મળી હતી અને 8 બેઠકો ભાજપને મળી હતી. આ પહેલા પણ વર્ષો સુધી નવીન પટનાયક એનડીએ સાથે રહ્યા હતા. ત્યારબાદ કેટલાક મતભેદો થતાં તેઓ ગાંઠબંધનની બહાર થઈ ગયા હતા.
હવે ફરીથી તેઓ ઘરવાપસી કરી રહ્યા છે અને આ માટેનો તખ્તો ઘડાઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. આજકાલમાં જ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ શકે છે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ નવા પક્ષોને જોડવાના પ્રયાસ થઈ રહ્યા છે.