જેલમાં કેજરીવાલના પાડોશી કોણ છે ? વાંચો
બેરેકમાં અંદર શું હોય છે ?
દીલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં મોકલી દેવાયા છે. તેઓ જેલ નંબર 2 માં છે અને એમના પાડોશી એટલે કે એમની બાજુની બેરેકમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન તેમજ ગેંગસ્ટર નીરજ બવાના અને આતંકી ઝિયા ઉર રહેમાન છે. કેજરીવાલના કેદી નંબર 670 છે.
તિહારની જેલ નંબર 2 માં સામાન્ય રીતે સજા પામેલા કેદીઓને જ રાખવામાં આવે છે. ડોન છોટા રાજનને જેલ નંબર 2 ના હાઇ રિસ્ક વોર્ડમાં રાખવામાં આવ્યો છે. હાઇ રિસ્ક વોર્ડ જેલનો એક સેપરેટ ભાગ હોય છે. તેની એન્ટ્રી અને એક્ઝિટ પણ અલગ હોય છે. જો કે કેજરીવાલ હાઇ રિસ્ક વોર્ડમાં નથી.
આમ છતાં કેજરીવાલની બેરેક પાસે સખત પહેરો રાખવામાં આવ્યો છે અને 24 કલાક તેમના સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. સોમવારે કેજરીવાલને તિહાર જેલ મોકલી દેવાયા હતા.
રાત્રે ઊંઘ આવી નહતી.
દરમિયાનમાં કેજરીવાલની પહેલી રાત જેલમાં જાગીને જ વીતી હતી અને એમને નિંદર આવી નહતી. સુવા માટે અહીં પલંગ હોતો નથી પણ સિમેન્ટથી બનેલો ઓટલા જેવો ઊચો હિસ્સો બનાવાયેલો છે તેના ઉપર જ સુવાનું હોય છે. એક નહીં બલકે 2 ડોલ પાણી રાખવામાં આવે છે જેમાં એક પીવા માટે અને એક નહાવા માટે હોય છે.