કોને અપાઈ ઝેડ કેટેગરીની સુરક્ષા ?
કોણે આપ્યો હતો અહેવાલ ?
લોકસભાની ચુંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મુખ્ય ચુંટણી કમિશનર રાજીવકુમારને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જોખમ હોવા અંગે અપાયેલા અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમિશનર ને Z શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.
આ સમયે ટીએમસીની સાથે સાથે ઘણા રાજકીય પક્ષો પણ હંગામો મચાવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને આઇબીનો થ્રેટ પરસેપ્શન રિપોર્ટ આવ્યો હતો જેના આધારે મુખ્ય ચૂંટણી કમિશનરને સુરક્ષા આપવામાં આવી છે. સોમવારે પણ વિપક્ષ દ્વારા પંચની કચેરી બહાર હંગામો મચાવાયો હતો.
દરમિયાનમાં પાછલા કેટલાક સમયથી ચુંટણી પંચ ઉપર વિપક્ષી પાર્ટીઓ દ્વારા એવો આરોપ પણ મુકાઇ રહ્યો છે કે તેઓ કેન્દ્ર સરકારના ઇશારા પર કામ કરી રહ્યા છે. વિપક્ષના નેતાઓ પર એક્શન લેવાઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ પર કોઈ કાર્યવાહી થતી નથી.
આ દરમિયાન ચુંટણી પંચે ગૃહ મંત્રાલય સમક્ષ માંગણી પણ કરી હતી કે બંગાળમાં અર્ધસૈનિક દળોની 100 વધારાની કંપનીઓ ઉતારવામાં આવે જેથી કોઈ પણ હિંસા કે ગરબડ વિના ચુંટણી થઈ શકે. હવે મુખ્ય ચુંટણી કમિશનરને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે ત્યારે તેઓ સલામત રીતે કામ કરી શકશે.