દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ રેલીમાં કોના પર કેવા પ્રહાર કર્યા ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં વિધનસભાની ચુંટણી માટે આક્રમક પ્રચાર કર્યો હતો અને આપના 10 વર્ષના શાસનને આપદા કહીને જોરદાર પ્રહાર કર્યા હતા. ભ્રષ્ટાચાર અને કુશાસનથી દિલ્હીની જનતા થાકી ગઈ છે તેમ કહીને એમણે કહ્યું હતું કે હવે આપદા હટશે તો જ સુશાસન આવશે. ભાજપ જ દિલ્હીનો વિકાસ કરી શકે છે . રવિવારે એમણે નમો ભારત ટ્રેનને પણ લીલીઝંડી આપી હતી.
ભાજપની પરિવર્તન રેલીને સંબોધતા એમણે કહ્યું કે દિલ્હીને આપદાથી હવે બચાવવી છે અને લોકોને ત્રાસમાંથી મુક્તિ અપાવવી છે. ભાજપના ઉમેદવારોને પણ મોદીએ સૂચન કર્યું હતું કે દરેક મતદારને મળીને એમના દિલ જીતી લ્યો. આ એક સ્વર્ણિમ અવસર છે. લોકો કહી રહ્યા છે કે હવે આપદા સહન નહિ કરીએ. બદલીને જ રહેશું.

વડાપ્રધાને કહ્યું કે દિલ્હીમાં પાછલા 10 વર્ષ કોઈ આપદાથી કમ નહતા. મને વિશ્વાસ છે કે દિલહીવાસીઓ હવે ભાજપને સત્તા આપશે અને આપદા હટાવશે. પાછલા 10 વર્ષોમાં નકરો ભ્રષ્ટાચાર જ થયો છે . પાણીની તંગી, પ્રદૂષણથી લોકોના આરોગ્યને જોખમ અને વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહી છે.
મોદીએ એવો આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકારે તો ઝોળી ભરી ભરીને વિકાસ માટે નાણા આપ્યા હતા પણ આ આપદાવાળાઓએ શીશ મહેલ બનાવવામાં લોકોના રૂપિયા વેડફી નાખ્યા છે. કોરોના વખતે લોકો મુશ્કેલીમાં હતા ત્યારે સતાધિશો શીશ મહેલ બનાવવામાં વ્યસ્ત હતા. ફક્ત ભાજપ જ દિલ્હીનો વિકાસ કરી શકે છે . આ લોકો ખોટું બોલી શકે છે અને કૌભાંડો કરી શકે છે.
12 હજાર કરોડની યોજનાઓની ભેટ આપી
વડાપ્રધાને રવિવારે દિલહીવાસીઓને રૂપિયા 12 હજાર કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. એમણે નમો ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી તેમાં મુસાફરી કરી હતી. આ ટ્રેન મારફત હવે દિલ્હીથી યુપીના મેરઠ સુધી પહોંચવામાં ફક્ત 40 મિનિટનો સમય જ લાગશે. આ પ્રોજેક્ટને નમો કોરિડોર નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાને યહોદ સમય પહેલા જ આ ટ્રેનની જાહેરાત કરી હતી અને રવિવારે દિલ્હીને મોટી ભેટ આપી હતી.