કોણે કરી વડાપ્રધાન સામે ફરિયાદ ? જુઓ
કઈ બાબતે ચુંટણી પંચને જાણ કરી ?
વડાપ્રધાન મોદીએ ચુંટણી પ્રચાર દરમિયાન એક રેલીના સંબોધનમાં કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ હોવાના આપેલા નિવેદન સામે કોંગ્રેસ દ્વારા ચુંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવતાં ભારે ચર્ચા જાગી પડી છે. પ્રચારમાં શાસક અને વિપક્ષ વચ્ચેની જંગ હવે ધારદાર બની રહી છે.
પાછલા સપ્તાહે વડાપ્રધાન મોદીએ અજમેર અને યુપીના સહારનપૂર ખાતે રેલીઓને સંબોધન દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસે જે ઘોષણા પત્ર બનાવ્યું છે તેમાં પણ મુસ્લિમ લીગની છાપ છે. કોંગ્રેસને આજે પણ દેશની જરૂરિયાત સાથે કોઈ લેવાદેવા નથી. એમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસમાં હવે કાઇ બચ્યું નથી અને જે હાલમાં તેની પાસે છે તેના પર પણ ડાબેરીઓનો કબજો છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ નિવેદનની ટીકાકરતું ટ્વીટ કર્યું હતું. એમણે લખ્યૂ હતું કે ચુંટણી પંચ સમક્ષ અમે 6 ફરિયાદો દાખલ કરાવી છે. જે પૈકીની 2 વડાપ્રધાન મોદી સામે છે. હવે સમય આવી ગયો છે કે ચુંટણી પંચ એ બતાવે કે તે સ્વતંત્ર છે.
રમેશે કહ્યું હતું કે ચુંટણી પંચે તમામ પક્ષોને મુકાબલા માટે સમાન અવસર આપવા જોઈએ. અમને આશા છે કે ચુંટણી પંચ પોતાની બંધારણીય સ્વાયત્તતા બતાવશે. દરમિયાનમાં કોંગી નેતા સલમાન ખુર્શીદએ એમ કહ્યું છે કે કોંગ્રેસના ઢંઢેરાને જૂઠનો ભંડાર બતાવાયો છે જેમાં જનતાના હિતની વાત કરાઇ છે.
આ બાબતે પણ ચુંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હોવાનું ખુર્શીદએ જણાવ્યું હતું. એમણે કહ્યું છે કે વડાપ્રધાનને આ પ્રકારની વાતો કરવાનો કોઈ અધિકાર નથી. અમે પંચ સમક્ષ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
