કોરોનાના નવા વેરિયન્ટથી ક્યા રાજ્યમાં ભારે ચિંતા ? જુઓ
દુનિયાભરમાં મોતનું માતમ કરાવનાર કોરોના વાયરસના નવા વેરિયન્ટના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર ગઈકાલે કોવિડના 335 નવા કેસો નોંધાયા હતા અને દેશમાં કુલ પાંચ લોકોના મોત થયા હતા જેમાં કેરળમાં ચાર અને એક ઉત્તર પ્રદેશમાં થયા હતા. કેરળના મંત્રીએ કહ્યું હતું કે ચિંતાની વાત નથી પણ સતર્ક રહેવું જરુરી છે. નવા વેરિયન્ટને જેએન -૧ તરીકે વૈજ્ઞાનિકોએ ઓળખ કરી છે.
દરમિયાનમાં કર્ણાટકમાં પણ આગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને વડીલો તથા બીમાર લોકો માટે માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યું છે. તામિલનાડુ અને આંધ્ર સહિતના રાજ્ય પણ હરકતમાં આવી ગયા હતા.
કોરોના વાયરસે એક મહામારી બનીને વિશ્વની આરોગ્ય સિસ્ટમ અને અર્થતંત્રને તોડી નાખ્યું હતું ત્યારે હવે ભારતમાં કોરોના વાયરસના 335 નવા કેસ સામે આવતા ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના સંક્રમણથી દેસમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. અને નવા 335 કેસ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે. આ માહિતી મુજબ કોરોના વાયરસથી સાજા થનાર લોકોની સંખ્યા વધીને 4,44,69,779 થઈ ગઈ છે અને રિકવરી રેટ 98.81 ટકા છે. કોરોના સંક્રમણથી મૃત્યુદર 1.19 ટકા છે જ્યારે રિકવરી રેટ 98.81 ટકા છે.