ક્યાં લાગુ નહીં થાય સીએએ ? વાંચો
બીજા કયા રાજ્યમાં લાગુ નહીં થાય ?
દેશમાં સોમવારે સીએએ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો અને તેની સામે વિરોધ અને ટેકો આપવાની શરૂઆત થઈ છે પરંતુ આ કાયદો પૂર્વોત્તરના રાજ્યોમાં લાગુ નહીં થાય. અરુણાચલ પ્રદેશ ,નાગાલેંડ, મિઝોરમ અને મણીપુરના આદિવાસી ક્ષેત્રોમાં આ કાયદો લાગુ નહીં થાય.
આ બધા રાજ્યોના મોટા ભાગના જનજાતીય ક્ષેત્રોમાં તેની કોઈ જરૂર નથી કારણ કે તેમાં બંધારણની 6 ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો મેળવનાર ક્ષેત્રો પણ શામેલ છે. અધિકારીઓએ નિયમોનો હવાલો દઈને કહ્યું હતું કે જે વિસ્તારોમાં સ્વાયત્ત પરિષદોની રચના કરવામાં આવી છે તેવા વિસ્તારોને પણ સીએએથી બહાર રાખવામાં આવ્યા છે.
દરમિયાનમાં તમિલ નાડુના મુખ્યમંત્રી સ્ટાલિન દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ કાયદો તમિલ નાડુમાં લાગુ કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકાર રાજકીય લાભ લેવા માટે આ કાયદો લઈને આવી છે માટે અમે અમારા રાજ્યમાં કાયદો લાગુ કરશું નહીં.