ક્યાં થયો આતંકી હુમલો ? કેટલા લોકો માર્યા ગયા ? જુઓ
પૂર્વ આફ્રિકાના દેશ સોમાલિયામાં ભયંકર આતંકી હુમલો થયો હતો. જેમાં 32 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. શુક્રવારે સોમાલિયાની રાજધાની મોગાદિશુના લિડો બીચ પર આતંકી હુમલો થયો હતો. જે સમયે હુમલો થયો ત્યારે બીચ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. બીચ પર ફાયરિંગની સાથે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો, જેનાથી લોકોમાં હડકંપ મચી ગયો હતો.
મોગાદિશુના લિડો બીચ પર શુક્રવારે થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયાની સત્તાવાર માહિતી અપાઈ હતી.જ્યારે 63 લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને 5 આતંકીઓને ઠાર કર્યા હતા. છઠ્ઠા આતંકવાદીએ પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.
લિડો બીચ પર થયેલ આ આતંકવાદી હુમલો આતંકવાદી સંગઠન અલ શબાબ દ્વારા કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે આ સંગઠને રેડિયો સ્ટેશન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. અલ શબાબ આંતકવાદી સંગઠન અલ-કાયદા સાથે કનેક્શન ધરાવે છે.