ક્યાં થયું ભરતીયનું મોત ? જુઓ
કોણે કર્યો હતો મિસાઇલ હુમલો ?
દુનિયા આખી ભેગી થઈને ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુધ્ધ અટકાવી શકી નથી અને ગાઝામાં રોજ સેંકડો લોકો હજુ પણ મારી રહ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. હવે ભારતીયો પણ નિશાન બની રહ્યા છે.
ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાહના હુમલાઓનો પણ સામનો કરી રહ્યું છે. આવા જ એક હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. જ્યારે બે ભારતીયો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
સત્તાવાર સાધનોએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ભારતીયો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇઝરાયલની રેસ્ક્યૂ સર્વિસના પ્રવક્તા મેઝેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સવારે 11 વાગ્યે ગાલીલી ક્ષેત્રમાં માર્ગલિયોટ ગાર્ડનમાં બની હતી.