અરવિંદ કેજરીવાલે ક્યાં અને કોની સામે કરી અરજી ? જુઓ
દિલ્હી દારૂ કાંડમાં તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે સીબીઆઈની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈના રિમાન્ડને પણ પડકારી છે. તાજેતરમાં સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.
કેજરીવાલે પોતાની અરજીમાં સીબીઆઈની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે દિલ્હીની કોર્ટના 26 જૂનના આદેશને પડકાર્યો છે, જેમાં તેમને ત્રણ દિવસ માટે સીબીઆઇ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. કેજરીવાલની દિલ્હી સરકારની આબકારી નીતિમાં અનિયમિતતાના સંબંધમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઈએ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને શનિવારના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કેજરીવાલને ત્રણ દિવસની કસ્ટડીમાં પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલવાની વિનંતી કરી અને કહ્યું કે “તપાસ અને ન્યાયના હિતમાં” તેમની કસ્ટડી જરૂરી છે.