દેશમાં બુલેટ ટ્રેન ક્યારથી શરૂ થશે ? વાંચો
કોણે કરી મહત્વની જાહેરાત ?
દેશની જનતાનો લાંબો ઇંતજાર હવે ખતમ થવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એવી જાહેરાત કરી હતી કે 2026 થી દેશની શાન બુલેટ ટ્રેન દોડતી થઈ જશે. એક કાર્યક્રમ દરમિયાન એમણે આ મુજબની વાત કરી હતી. લોકો લાંબા સમયથી આ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.
એમણે કહ્યું કે 2 વર્ષ બાદ દેશમાં બુલેટ ટ્રેન એક વાસ્તવિકતા બની જશે. અમારી તૈયારી ઝડપથી આગળ વધી રહી છે. ભારતીય રેલવેમાં આવી રહેલા ફેરફારો અને વિકાસ તરફ ઈશારો કરીને એમણે કહ્યું હતું કે મોદી સરકારનો સૌથી મોટો હેતુ યાત્રિકોની સુવિધાનો જ રહ્યો છે.
સરકારનું પ્રથમ લક્ષ્ય યાત્રિકોની સલામતી અને ત્યારબાદ વધુ આધુનિક સેવાનો લાભ આપવાનો છે, સુવિધા સતત વધારવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. બુલેટ ટ્રેન માટે પણ સરકારે ઝડપ રખાવી છે અને સતત તેનું મોનીટરીંગ થઈ રહ્યું છે. 2026 માં આ ટ્રેન દોડતી થઈ જશે તેમાં હવે કોઈ શંકા નથી.
એમણે કહ્યું હતું કે બુલેટ ટ્રેન શરૂ થયા બાદ દેશમાં સૌથી મજબૂત સિંગલ ઈકોનોમિક ઝોન બની જશે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધી જશે. અનેક શહેરોના યાત્રિકોને તેનો લાભ મળશે.