2024 માં શું થશે દુનિયામાં ? જુઓ
- કોણે શું આગાહી કરી ?
કોરોનાના પ્રથમ એટેકમાં દુનિયાની હાલત ખરાબ થઈ હતી અને હવે ફરીવાર એક ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. 2024ના વર્ષમાં બેરોજગારી અને મોંઘવારી વધશે તેવી ચેતવણી યુનાઈટેડ નેશન્સની એજન્સી ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને આપી છે. આ અહેવાલથી દરેક દેશ ચિંતિત થઈ શકે છે.
એજન્સીના કહેવા પ્રમાણે બેકારીનો દર કોરોનાની મહામારી ફેલાઈ તે પહેલાના સ્તર કરતા ઓછો છે પણ વૈશ્વિક સ્તરે બેકારીના દરની સરેરાશ વધે તેવી શક્યતા છે.
જો કે દુનિયાના અનેક દેશોમાં ફરીથી કોરોનાના નવા વેરિયન્ટને લીધે ભારે ચિંતા ફેલાઈ છે અને તેની વચ્ચે આ અહેવાલ આવ્યો છે ત્યારે 2024 ના વર્ષમાં પણ પડકારો રહી શકે છે.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના કહેવા અનુસાર જી-20 સંગઠનના સભ્ય દેશોમાં શ્રમિકોને અપાતા વાસ્તવિક મહેનાતાણામાં ઘટાડો થયો છે. કારણકે મહેનાતાણામાં જે પણ વધારો થયો છે તેના કરતા મોંઘાવારી વધારે છે. 2024માં વૈશ્વિક બૈકારી દર 5.1 ટકાથી વધીને 5.2 ટકા પર પહોંચવાનુ અનુમાન છે. 2022માં વૈશ્વિક બેકારી દર 5.3 ટકા હતો. જે ગત વર્ષે ઘટીને 5.1 ટકા થયો હતો. જેમાં આ વર્ષે ફરી વધારો થશે.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનુ માનવુ છે કે, લેબર માર્કેટમાં અસમાનતા વધી રહી છે અને ઉત્પાદકતામાં પણ ખાસ વધારો જોવા મળી રહ્યો નથી અને આ બાબત ચિંતાનુ કારણ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ચીન, રશિયા તેમજ મેક્સિકોમાં 2023માં વાસ્તવિક રીતે વેતનમાં વધારો જોવા મળ્યો હતો. જોકે જી-20ના બીજે દેશોમાં વાસ્તવિક મહેનતાણામાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં બ્રાઝિલ, ઈટાલી અને ઈન્ડોનેશિયા મોખરે રહ્યા હતા.