સરકારી કર્મીઓને શું થશે લાભ ? જુઓ
કેમાં વધારો કરશે સરકાર ?
ચુંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર બધા જ વર્ગોને રાજી કરવાનો પ્રયાસ કરી રહી છે અને હવે સરકારી કર્મીઓ માટે સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં મોંઘવારી ભથ્થાનો ઇંતજાર કરી રહેલા સરકારી કર્મીઓને રાજી કરીને માર્ચમાં સરકાર ભથ્થામાં વધારો કરી શકે છે. સરકારની તિજોરી પર મોટો બોજો આવી શકે છે.
સરકારી સૂત્રોએ એવી માહિતી આપી હતી કે માર્ચમાં કર્મીઓના ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે અને આ બારામાં સરકારે બેઠકોનો દોર શરૂ કર્યો છે અને ચર્ચા ચાલી રહી છે. 4 ટકાના વધારા સાથે ડીએ અને ડીઆર 50 ટકા પાર કરી શકે છે. ડીએ અને ડીઆરમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વધારો જાન્યુઆરી અને જુલાઈમાં કરવામાં આવે છે.
છેલ્લે ડીએમાં 2023 ઓક્ટોબરમાં વધારો કરવામાં આવ્યો હતો. એ સમયે તેમાં 4 ટકાનો વધારો કરાયો હતો. ત્યારે મોંઘવારી ભથ્થું 46 ટકા થયું હતું. હવે ફરીવાર સરકાર તેમાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો માર્ચમાં વધારો જાહેર કરાશે તો કર્મીઓને તેનો લાભ જાન્યુઆરી માસથી જોડીને મળશે તે લગભગ નક્કી મનાય છે.
ચુંટણી નજીક સરકી રહી છે તેમ તેમ સરકાર હજારો કરોડની યોજનાઓ અલગ અલગ રાજ્યોમાં જાહેર કરી રહી છે અને હવે સરકારી કર્મીઓને રાજી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કે સરકારની તિજોરી પર મોટો બોજો આવી પડશે તેમ પણ માનવામાં આવે છે.
