નીટ અંગે સુપ્રીમ કોર્ટે શું આયો ચુકાદો ? જુઓ
કોને પરીક્ષાની મંજૂરી આપી ?
દેશમાં હોશિયાર છતાં ગરીબી અને આર્થિક તંગીને કારણે પાછળ રહી જતાં અને ડૉક્ટર બનવાનું સપનું પૂરું નહીં કરી શકનારા વિધાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટે નવી આશાની કિરણ ખોલી છે. ઓપન સ્કૂલમાં 12મા સુધીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સુપ્રીમકોર્ટે મોટી રાહત આપતાં ડૉક્ટર બનવાનો માર્ગ મોકળો કરી દીધો હતો.
સુપ્રીમકોર્ટે ઠરાવ્યું હતું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ઓપન સ્કૂલને હવે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રેન્સ ટેસ્ટ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલની માન્યતા મળશે. હવે આવી માન્યતા પ્રાપ્ત ઓપન સ્કૂલના 12મા ધોરણ પાસ વિદ્યાર્થીઓ પણ નીટની પરીક્ષામાં બેસવાને યોગ્ય થઇ જશે.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઓપન સ્કૂલ સ્ટુડન્ટ્સને નીટની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી પણ આ મામલે સુપ્રીમકોર્ટે વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો સંભળાવતા તેમને મેડિકલ એન્ટ્રેન્સ એક્ઝામ એટલે કે નીટમાં બેસવાની મંજૂરી આપી દીધી હતી.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ 1997ના રેગ્યુલેશન ઓન ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનના ભાગ 4(2)ની જોગવાઈઓ અનુસાર એવા ઉમેદવારોને નીટમાં બેસતા અટકાવી દીધા હતા. બાદમાં 2018માં દિલ્હી હાઈકોર્ટે આ જોગવાઈને ગેરબંધારણીય ગણાવતાં તેને રદ કરી હતી.