આપ અને કોંગ્રેસ વચ્ચે શું થઈ સમજૂતી ? જુઓ
દીલ્હીમાં કેટલી સીટ કોંગીને ?
લોકસભાની ચુંટણી માટે આપ અને કોંગ્રેસ વચ્ચે ના ના કરતે પ્યાર તુમ હિસે કર બેઠે જેવો તાલ સર્જાયો છે. દીલ્હીમાં કોંગ્રેસને પહેલા 1 બેઠક આપવાની વાત કરનાર આપે અચાનક વલણ બદલીને 3 બેઠકો આપવાની સમજૂતી કરી હોવાનું બહાર આવ્યું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીને લઈને સમજૂતી થઈ છે.
આ ઉપરાંત અન્ય બે રાજ્યોમાં પણ આપ અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી નક્કી કરવામાં આવી છે. વહેંચણીની જે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે તે મુજબ આપ દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસને ત્રણ સીટો આપવામાં આવશે. જ્યારે હરિયાણામાં કોંગ્રેસ એક સીટ આમ આદમી પાર્ટીને અને 2 સીટ ગુજરાતમાં આપશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ બંને પાર્ટી ગુજરાત,ગોવા,હરિયાણા અને ચંદીગઢમાં સાથે લડશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર વાતચીત અંતિમ તબક્કામાં ચાલી રહી હતી. આજે બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને લઈને સમજૂતી થઈ છે, જેમાં દિલ્હીમાં લોકસભાની સાત બેઠકોમાંથી AAP 4 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસે 3 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી શકે છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘણી વખત કોંગ્રેસ સાથે સીટ વહેંચણીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે “આ કામ ઘણું પહેલા થઈ જવું જોઈતું હતું”