ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે શું ટિપ્પણી કરી…વાંચો
મંદિરના નામે ભારતમાં સરકારી જમીનનો કબજો લઈ લેવાય છે
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં સૂચિત ટીપી સ્કીમ અંતર્ગત રસ્તો બનાવવા માટે એક મંદિરના ડિમોલિશન સામે થયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે ભારતમાં મંદિરના નામે સરકારી જમીન હડપ કરી લેવાય છે.
ચાંદલોડિયા ના 93 મકાન ધારકોએ રસ્તો બનાવવા માટે મંદિર દૂર કરવાના નિર્ણયને પડકાર્યો હતો. આ અગાઉ સિંગલ જજનીબેન છે એ અરજી રદ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પણ એક પણ મકાન તોડવામાં નહીં આવે એવી ખાતરી આપ્યા બાદ પણ જોકે રહીશોએ હાઇકોર્ટની ડિવિઝન બેચમાં દાદ માંગી હતી.
તેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ એ કહ્યું કે સરકારી જમીન ઉપર મંદિર બનાવી દેવાય છે લોકો પોતાના મકાન ઉપર મંદિરનું પાટિયું લગાવી દે છે અને પછી મંદિરના નામે બધાને ઈમોશનલ બ્લેકમેલ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે દરેક સ્થળે આ વસ્તુ બની રહી છે.
હાઇકોર્ટમાં અરજી કરનાર રહીશોએ આ મંદિર લોકોના ફાળા માંથી બનાવવામાં આવ્યું હોવાથી અને તેની સાથે લોકોની લાગણી જોડાયેલી હોવાના મુદ્દે ડિમોલિશન રોકવાની માંગણી કરી હતી. અદાલતે જોકે કહ્યું કે મંદિર દૂર તો કરવું જ પડશે. જોકે સાથે જ આગલી સુનવણી સુધી ડિમોલિશન સામે રક્ષણ આપતો વચગાળાનો હુકમ અદાલતે યથાવત રાખ્યો હતો.