જનતા દળ યુમાં શું શરૂ થઈ સખળડખળ ? જુઓ
લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે જનતા દળ યુમાં સખળડખળ શરૂ થઈ છે. પાર્ટીમાં મોટાપાયે ફેરફાર થઈ શકે છે તેવા સંકેતો બહાર આવ્યા છે. 29મી ડિસેમ્બરે યોજાનારી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં લલન સિંહ પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપશે તેવી જોરદાર અટકળો છે. એ જ રીતે નીતિશ કુમાર ફરી પ્રમુખ બની શકે છે તેવી સંભાવના વ્યક્ત થઈ છે. લલન સિંહ સાંસદ પણ છે.
સીએમ નીતિશ સાથેની તેમની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. આ બેઠક વચ્ચે બિહારના રાજકીય ગલિયારામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ રાજીનામું આપી શકે છે.
એવી પણ ચર્ચા છે કે 29 ડિસેમ્બરે જેડીયુ નેશનલ કાઉન્સિલની બેઠક પહેલા લલન સિંહ રાજીનામું આપી શકે છે.લલનસિંહે મુખ્યમંત્રી નીતિશ કુમારને રાષ્ટ્રીય પદ પરથી મુક્ત કરવા વિનંતી કરી હતી. જો કે નીતીશ કુમારે તેમને લોકસભા ચૂંટણી સુધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેવા કહ્યું છે.
જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પદ છોડવા પર અડગ છે. આવી સ્થિતિમાં, લલન સિંહના રાજીનામા બાદ સીએમ નીતિશ પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે અથવા તેમના કોઈ વિશ્વાસુને આ પદ આપી શકે છે. રાજકીય નિષ્ણાતોનું માનીએ તો રામનાથ ઠાકુર કે અશોક ચૌધરીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.