વંદે ભારત બાદ કઈ નવી ટ્રેન લોકોને મળશે ? જુઓ
- શું નામ છે ટ્રેનનું ? કેવી છે સુવિધા ?
- વડાપ્રધાન ક્યારે લીલીઝંડી આપશે ?
વંદે ભારત ટ્રેનોની દેશમાં ભારે લોકપ્રિયતા રહી છે અને હવે આમ જનતાને સરકાર એક નવી સુવિધા આપવા જઈ રહી છે. લોકોને હવે અમૃત ભારત ટ્રેન જોવા મળશે. આ ટ્રેનને દેશના નિમ્ન વર્ગની જરૂરતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. દેશના બધા જ શહેરોમાં આ નવી ટ્રેન દોડશે. વડાપ્રધાન મોદી 30 મી ડિસેમ્બરે તેને લીલીઝંડી આપશે.
કેટલાક લોકો વંદે ભારત ટ્રેનના ભાડાને લીધે તેમાં મુસાફરી કરતાં અચકાતા હતા પણ એમને અમૃત ભારતનો વિકલ્પ મળવાનો છે. આ નવી ટ્રેનની શરૂઆત બિહારથી થવાની છે. ટ્રેનના સ્વાગત માટેની તૈયારી ચાલી રહી છે.
અમૃત ભારત 22 બોગીવાળી ટ્રેન હશે. તેમાં એસી કોચના બદલે બધા જ કોચ સ્લીપર અને જનરલ હશે. આમ પણ બાકીની સુવિધાઓ વંદે ભારતથી જરાય ઓછી નથી. બોગીઓમાં સીસીટીવી કેમેરા હશે. મોડર્ન ટોઇલેટ, સેન્સરવાળા વૉટરટેપ સાથે મેટ્રોની જેમ એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ હશે.
સરકારના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે વડાપ્રધાન મોદી 30 મી ડિસેમ્બરે ટ્રેનને લીલીઝંડી બતાવશે. અમૃત ભારત ટ્રેન ત્યારબાદ દોડતી થઈ જશે. આ ટ્રેન બિહારના દરભંગાથી અયોધ્યા થઈ નવીદીલ્હી જશે. અમૃત ભારત ટ્રેન સેમી હાઈસ્પીડ ટ્રેન છે. તેની રફતાર રાજધાની અને શતાબ્દીને પણ ટક્કર દેશે.