અયોધ્યામાં શું થઈ રહ્યા છે રેકોર્ડ ? જુઓ
રોજ કેટલા ભક્તો આવે છે ?
અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા બાદ અયોધ્યામાં જૂનો વૈભવ ફરી આવી ગયેલો દેખાય છે. દેશ અને દુનિયાથીં રામ ભક્તો બહુ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ દરરોજ દોઢ થી બે લાખ લોકો અહીં દર્શન માટે આવી રહ્યા છે.
મક્કા અને વેટિકન સિટી પણ પાછળ રહી ગયા છે . ટ્રસ્ટના જણાવ્યા મુજબ 48 દિવસોમાં 1 કરોડ ભક્તોએ અયોધ્યામાં મંદિરના દર્શન કર્યા છે. જાહેર રજાઓના દિવસોમાં તો રોજની સંખ્યા ડબલ થઈ જાય છે. તીજ તહેવાર પર બેકાબૂ ભીડ જોવા મળતી હોય છે.
રામ મંદીર સાથે રામ નગરી અયોધ્યા વિશ્વના પટલ પર સૌથી વધુ ભક્તો સાથે ટોપર થઈ ગઈ છે. હવે અયોધ્યા વિશ્વની ધાર્મિક રાજધાની બનીને ઊભરી આવી છે. પાછલા બે માસમાં અહીં વિશ્વના કોઈ પણ ધાર્મિક સ્થાન કરતાં સૌથી વધુ ભક્તો આવી ચૂક્યા છે.
વિશ્વની ધાર્મીક રાજધાની
ખ્રિસ્તીઓના સૌથી મોટા ધાર્મિક સ્થાન વેટિકન સિટી અને મુસ્લિમોનાં સૌથી મોટા મકા સ્થાન કરતાં પણ અયોધ્યામાં ભક્તો સૌથી વધુ આવી રહ્યા છે. વેટિકનમાં વર્ષે 90 લાખ લોકો આવે છે. જ્યારે પાછલા વર્ષે મક્કામાં 1 કરોડ 35 લાખ ભક્તો ગયા હતા. અયોધ્યામાં દોઢ માસમાં 1 કરોડ લોકો આવી ચૂક્યા છે. આમ અયોધ્યા વિશ્વની ધાર્મિક રાજધાની છે.
રોજ 14 કલાક દર્શન
મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે સીસીટીવીમાં કેટલાક સોફ્ટવેર લગાવવામાં આવ્યા છે જેનાથી ભક્તોની સંખ્યા ગણી શકાય છે. દરરોજ 14 કલાક મંદિરમાં દર્શન કરવામાં આવે છે. હજુ પણ સંખ્યા દરરોજ વધી રહી છે અને નવા રેકોર્ડ થવા જઈ રહ્યા છે.