દિલ્હીમાં મુખ્યમંત્રી આતિશીએ લોકોને શું કરી છે અપીલ ? વાંચો
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ રવિવારે વિધાનસભા ચૂંટણી લડવા માટે લોકો પાસે મદદ માગી હતી. તેમણે ચૂંટણી લડવા માટે ક્રાઉડ ફંડિંગની જરૂરિયાત દર્શાવતાં જનતાને અપીલ કરી છે કે, મારે ચૂંટણી લડવા માટે રૂ. 40 લાખની જરૂર છે. લોકો રૂ. 100થી માંડી રૂ. 1000 સુધીની મદદ કરી શકો છો. આમ આદમી પાર્ટી સાવ કડકી થઈ
આતિશીએ લોકોને અપીલ કરી છે કે, દિલ્હીના લોકોએ અમને સમર્થન આપ્યું છે. અમે ચૂંટણી લડવા માટે દાન આપ્યું છે. લોકોના નાના-નાના સહયોગથી અમે ચૂંટણી લડવા અને જીતવા મદદ મળી છે. દિલ્હીના સૌથી ગરીબ લોકોએ અમને રૂ.10થી માંડી રૂ. 100 સુધીનું દાન આપ્યું છે. અમને દેશભરની જનતાએ દાન આપી સમર્થન આપ્યું છે.
કેજરીવાલ સરકારે જણાવ્યું કે, આપની પ્રમાણિક રાજનીતિ સકારાત્મક રહી હતી. અમે કોર્પોરેટ કે ધનિકો પાસે મદદ માગી નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે, ઉમેદવાર અને પક્ષ દિગ્ગજો અને ધનિકો પાસેથી ફંડ લે છે અને બાદમાં તેમના માટે કામ કરે છે. કોન્ટ્રાક્ટ રૂપે તેની ચૂકવણી કરે છે. કેજરીવાલ સરકારે લોકો માટે કામ કર્યું છે. અને તે લોકો જ અમને લડવામાં મદદ કરે છે. જો દિગ્ગજો પાસેથી પૈસા લીધા હોત તો અમે મફત વીજ-પાણી, મોહલ્લા ક્લિનિક કે શિક્ષણ આપી શક્યા ન હોત.