ગંગાસ્નાન માટે જતાં લોકો સાથે કેવી ઘટના બની ? વાંચો
- ક્યાં થયો ભયાનક અકસ્માત ?
- કેટલા ભક્તોના મોત થયા ?
ઉત્તરપ્રદેશમાં શાહજહાંપુરમાં બેફામ ડમ્પર ચાલકે એક ટેમ્પોને ટક્કર મારતા 12 શ્રદ્ધાળુઓનાં કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. આ લોકો મદનાપુરના દમગઢા ગામથી ગંગા સ્નાન કરવા માટે ઢાઈ ઘાટ જઇ રહ્યા હતા તે સમયે જ આ અકસ્માત સર્જાયો હતો. કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા અને પોલીસે એમને હોસ્પિટલ ખસેડયા હતા. આ અકસ્માત ધુમ્મસને કારણે થયો હોવાનું માનવામાં આવે છે.
આ મામલે શાહજહાંપુરના એસ.પી. અશોક કુમાર મીણાએ કહ્યું હતું કે ટેમ્પો ચાલક સુરેશ ગામના શ્રદ્ધાળુઓને લઈ જઈ રહ્યો હતો. જેમાં 3 મહિલાઓ અને એક બાળક પણ સામેલ હતું. અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક સ્થળેથી નાસી ગયો હતો. જોકે બંને વાહન કેમ અથડાયા તેનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી. દુર્ઘટનાસ્થળે કોઈ બ્લેકસ્પૉટ કે રોડ પર ખાડા પણ નથી. બની શકે કે બેફામ ગતિએ દોડી રહેલા ડમ્પરને કારણે જ આ અકસ્માત સર્જાયો હોય.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે ભારે દુખની લાગણી વ્યક્ત કરી હતી અને મૃતકોના પરિવારોને સાંત્વના પાઠવી હતી. ભયંકર અકસ્માત બાદ આસપાસના ગામ લોકો પણ મદદ માટે આવી ગયા હતા.