દક્ષિણ કોરિયા સાથે શું થયું ? વાંચો
- કોણે કર્યો હુમલો ?
- શું કરશે દક્ષિણ કોરિયા ?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે તથા રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યાં ઉત્તર કોરિયાને પણ સુરાતન ચડ્યું છે. દક્ષિણ કોરિયા પર શુક્રવારે સવારે સતત 200થી વધુ તોપના ગોળા ઝિંકવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું કે આ ગોળાબારી સરમુખત્યાર કિમ જોંગ ઉનના દેશ ઉ.કોરિયા તરફથી કરવામાં આવી હતી. જેના પછી દક્ષિણ કોરિયા તરફથી ટાપુ પર રહેતા લોકોને તાત્કાલિક ધોરણે કારણ જણાવ્યા વિના જ પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થાને ખસી જવા કહી દેવામાં આવ્યું હતું.
દ.કોરિયાએ તેના નિવેદનમાં કહ્યું કે ગોળાબારીને લીધે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ તો નથી પણ આ તોપના ગોળા ઉત્તર સરહદે આવીને પડતાં ગભરાટ ફેલાયો હતો.
આ બંને દેશો વચ્ચેની દરિયાઈ સરહદ છે. જેના પગલે દક્ષિણ કોરિયામાં ટાપુ પર રહેતા લોકોને એક મેસેજ મોકલાયો કે તેઓ ઉત્તર કોરિયા તરફથી આ તોપમારો એક સૈન્ય કવાયતને પગલે કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
અગાઉ 2010માં ઉ.કોરિયામાં યેઓનપયોંગ ટાપુ પર અનેક રાઉન્ડ ગોળીબાર કરાયો હતો જેમાં બે નાગરિકો સહિત કુલ 4 લોકો મૃત્યુ પામ્યા. તે 1953માં કોરિયન યુદ્ધ સમાપ્ત થયા બાદથી પાડોશીઓ પર સૌથી ભારે હુમલા પૈકી એક હતો. જલદીથી જલદી સુરક્ષિત સ્થાને ખસી જાય.