પંજાબ સીમા પર આમરણાંત ઉપવાસ કરનાર નેતાની તબિયત બગડતા શું થઈ હિલચાલ ? વાંચો
ખેડૂતો પોતાની માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છે અને પોલીસ સાથે એમની ટક્કર થઈ રહી છે. એ જ રીતે ખેડૂત નેતા ડલેવાલ પણ ખનોરી બોર્ડર પર છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠા છે અને તેઓ ઉપવાસ છોડવાનો ઇનકાર કરી રહ્યા છે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા માંગણીઓની યાદી માંગવામાં આવી છે અને આ દિશામાં સરકાર સક્રિય થઈ ગઈ છે. શનિવારે પણ ખેડૂતોએ દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે એમને અટકાવી દીધા હતા અને પોલીસની કાર્યવાહીમાં કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા હતા.
આ દરમિયાન પંજાબના ડીજીપીએ પણ કિસાન નેતાની ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી અને એમને સમજાવ્યા હતા પણ તેઓ માન્યા નહતા અને આમરણાંત ઉપવાસ ચાલુ જ રાખવાની જીદ પકડી હતી.
વડાપ્રધાન મોદીએ અમિત શાહ સાથે બેઠક કરી વિગતો માંગી
દરમિયાનમાં આમરણાંત ઉપવાસ પર બેસેલા ખેડૂત નેતા ડલેવાલની તબિયત બગડી હોવાના ખબર બાદ વડાપ્રધાન મોદીએ આ અંગે ગંભીરતા સાથે આગળ વધવા મંત્રીઓને જણાવ્યું હતું અને મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંઘ સાથે બેઠક કરી જરૂરી ચર્ચા કરી હતી. કેન્દ્રના કેટલાક અધિકારીઓ પણ ઉપવાસી નેતાને મળવા ગયા હતા. વડાપ્રધાને શનિવારે જ આ બેઠક કરી હતી અને બધી વિગતો માંગી હતી.