મેડિકલમાં લોકોને શું મોંઘું લાગે છે ? જુઓ
સર્વેમાં શું હકીકત ખૂલી ?
દેશમાં મેડિકલ સુવિધાઓનો વિસ્તાર થયો હોવા છતાં લોકોને સારવારનો ખર્ચ ખૂબ જ ભારે લાગી રહ્યો છે. આશ્ચર્ય એ વાતનું છે કે હોસ્પિટલમાં થતી સારવારને બદલે બાહર થતી સારવારનો ખર્ચ ડબલ કરતાં પણ વધુ હોય છે. રાષ્ટ્રીય નમૂના સર્વેના તાજા અહેવાલમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે.
સર્વેમાં એવી હકીકત ખૂલી છે કે ડોકટરોની ફી અને દવાઓના ખર્ચ વધી જાય છે અને તે અસહ્ય લાગી રહ્યા છે અને તેનાથી જ બોજો વધી રહ્યો છે. મેડિકલ સ્ટોરથી ખરીદવામાં આવતી દવાઓ, લેબ ટેસ્ટ અને ક્લિનિકોમાં ડોકટરોની ફી વધુ બોજો આપી રહી છે.
પારિવારિક ઉપભોગ ખર્ચ સર્વે રિપોર્ટમાં આ મુજબની માહિતી આપવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ 2022-23 દરમિયાન ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ રૂપિયા 3773 અને શહેરી ક્ષેત્રોમાં રૂપિયા 6459 હતો. જો કે આ ખર્ચનો સૌથી મોટો હિસ્સો સારવાર માટે ખર્ચ કરવો પડ્યો હતો.
ગ્રામીણ ભારતમાં પ્રતિ વ્યક્તિ હોસ્પિટલ ખર્ચ 2.26 ટકા છે. એટલે અંદાજે હોસ્પિટલમાં દાખલ થતી વખતે ખર્ચ કરે છે. સામાન્ય રીતે નાની બિમારીઓમાં લોકો હોસ્પિટલ જતાં નથી અને ફક્ત ગંભીર બિમારીઓમાં જ હોસ્પિટલમાં દાખલ થાય છે. પરંતુ નયનની બીમારીમાં પણ ડોક્ટરની સલાહ લેવા જાય ત્યારે તેની ફી મારી નાખે છે.