વડાપ્રધાને ઓડિશામાં શું કહ્યું ? વાંચો
કોને આપી ચેતવણી ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના બે શહેરોમાં સોમવારે સભા સંબોધી ઈન્ડિયા ગઠબંધન પર મોટો હુમલો કર્યો હતો ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના અંગત સચિવના નોકરના ઘરે દરોડામાં મળી આવેલી રોકડનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ જનસભામાં હાજર લોકોને કહ્યું, જ્યારે તમે અહીંથી ઘરે જાવ તો ટીવી પર જુઓ. પડોશી ઝારખંડમાં નોટોના પહાડ જોવા મળી રહ્યા છે. મોદી લોકોની ચોરીનો માલ પકડી રહ્યા છે. તેથી જ આ વિપક્ષના લોકો મોદીને અપશબ્દો બોલી રહ્યા છે. એમણે કહ્યું કે જો ખાયેગા વો જેલ જાયેગા.
મોદીએ પૂછ્યું હતું કે , આ વિપક્ષી લોકોની ગાળો ખાધા પછી પણ મારે આ કામ કરવું જોઈએ કે નહીં? તમારો દરેક પૈસો મારે સાચવવો જોઈએ કે નહીં? હું કોઈને એક પાઇ પણ ખાવા નહીં દઉં. જે ખાશે તે જેલમાં જશે. એટલે જ મોદીએ જનધન ખાતા, આધાર અને મોબાઈલની એવી ત્રિપુટી બનાવી કે લોકોના પૈસાની લૂંટ બંધ થઈ ગઈ.
વડાપ્રધાને કહ્યું, 40 વર્ષ પહેલા એક વડાપ્રધાન ઓડિશા આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું, પરંતુ ગરીબો સુધી માત્ર 15 પૈસા પહોંચે છે. એટલે કે 100માંથી 85 પૈસાની ચોરી થતી હતી. તમે આ ગરીબ માતાના દીકરાને મોકો આપ્યો, પછી મેં કહ્યું કે હું એક રૂપિયો મોકલીશ અને કોઈને એક પૈસો પણ ખાવા નહીં દઈશ અને જે ખાશે તે જેલની રોટલી ચાખશે .
એમણે વધુમાં કહ્યું હતું કે છત્તીસગઢ તમારા પડોશમાં છે, ત્યાં 15 વર્ષ સુધી ભાજપની સરકાર હતી, તાજેતરમાં રાજ્યની જનતાએ ફરીથી ભાજપને પ્રચંડ બહુમતીથી ચૂંટ્યો. આજે છત્તીસગઢની સરકાર આદિવાસી પુત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે. ભાજપ છત્તીસગઢને તૈયાર કરી રહી છે.