વડાપ્રધાને રાહુલ અંગે શું કહ્યું ? વાંચો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસીથી ઉમેદવારી નોંધાવી હતી અને તે પહેલા એમણે આજતક સાથે ખાસ વાતચીત કરતાં એવો દાવો કર્યો હતો કે આ વખતે ચુંટણીમાં યુપીમાં કોંગ્રેસનું ખાતું જ નહીં ખૂલે. અહીની જનતા કોંગ્રેસને નકારી ચૂકી છે. યુપીની જનતાથી અમને ભરપૂર આશીર્વાદ મળશે તેવો અમને વિશ્વાસ છે.
રાયબરેલીથી રાહુલ ગાંધીના ચુંટણી લડવા અંગે વડાપ્રધાને એમ કહ્યું હતું કે વાયનાડથી રાહુલને કેમ ભાગવું પડ્યું ? તેઓ ત્યાં પરાજય જોઈ ચૂક્યા છે. યુપીની જનતા રાહુલને ઓળખી ગઈ છે. કેરલે એમને બરાબરનો સબક શીખવાડી દીધો છે. હવે તેઓ રાયબરેલી ભાગ્યા છે. કેરળ પણ એમને ઓળખી ગયું છે.
એમણે ભાવુક થઈને એમ કહ્યું હતું કે મારી માતાના નિધન બાદ ગંગા જ મારી મા છે. મારી ગંગા મા મને બોલાવે છે એટલે હું અહીં આવું છું. ગંગા અને યુપીના લોકોએ અમને અનહદ પ્રેમ આપ્યો છે અને આગળ પણ આવો જ પ્રેમ અને આશીર્વાદ મળતા રહેશે.
ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રીઓ અંગે મોદીએ કહ્યું કે મારુ સૌભાગ્ય છે કે મને એવી ટીમ મળી છે જે કોઈ પણ રોલમાં સિધ્ધાંતો સાથે આગળ ચાલે છે. અમારી પાસે આવા સેંકડો હોનહાર લોકો છે. સત્તામાં હોય કે ના હોય પણ આ લોકો સિધ્ધાંતો સાથે જ કામ કરે છે.
આવનારા સમયમાં નાની પાર્ટીઓ કોંગ્રેસમાં શામેલ થઈ જશે તેવા શરદ પવારના નિવેદન અંગે વડાપ્રધાને કહ્યું હતું કે વિપક્ષની ભૂમિકા ભજવવા માટે કોંગ્રેસને સહારાની જરૂર છે. એકલા હાથે કોંગ્રેસ કઈ કરી શકે એમ નથી.