વડાપ્રધાને કોંગ્રેસ પર શું લગાવ્યો આરોપ ? જુઓ
કયો ટાપુ લંકાને આપ્યો ?
લોકસભાની ચુંટણી માટે પ્રચાર યુધ્ધ ચાલી રહ્યું છે અને પક્ષો વચ્ચે આક્ષેપોના આદાન પ્રદાન થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાને પણ કોંગ્રેસ પર મોટો આરોપ મૂક્યો હતો. મોદીએ કચ્ચાતિવુ નામના ટાપુ અંગે સામે આવેલા એક આરટીઆઈ રિપોર્ટ અંગે કોંગ્રેસ અને વિપક્ષ સામે જોરદાર પ્રહાર કર્યો હતો.
તેમણે કહ્યું છે કે નવા તથ્યોમાં સામે આવ્યું કે કોંગ્રેસે કેવી રીતે નિર્દયતાપૂર્વક કચ્ચાતિવુ ટાપુ છોડી દીધો. તેનાથી દરેક ભારતીય નારાજ થયા હતા. ભારતની એકતા, અખંડતા અને હિતોને નબળાં કરવા એ કોંગ્રેસની 75 વર્ષોથી કામ કરવાની રીત રહી છે. આ ટાપુ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો હતો.
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક રિપોર્ટ શેર કર્યો છે. તેમણે પોસ્ટ કરી કહ્યું કે આંખો ઉઘાડતું અને ચોંકાવનારું સત્ય સામે આવ્યું. નવા તથ્યોમાં જાણકારી મળી કે કોંગ્રેસે કેવી રીતે નિર્દયતા બતાવી અને કચ્ચાતિવુ ટાપુ છોડી દીધો. અમે કોંગ્રેસ પર ક્યારેય ભરોસો ના કરી શકીએ.
તમિલનાડુના ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈએ કચ્ચાતિવુ વિશે આરટીઆઇ દાખલ કરી હતી. હવે આરટીઆઈનો જવાબ સામે આવ્યા બાદ એ વાત સામે આવી છે કે 1974માં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાયકે વચ્ચે સમજૂતી થઈ હતી.