અદાણી જૂથે હીંડનબર્ગના આરોપો અંગે શું કહ્યું ? જુઓ
અદાણી ગ્રૂપે રવિવારે યુએસ રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા તાજેતરના આક્ષેપોને દુર્ભાગ્યપૂર્ણ અને જાહેર માહિતી સાથે ચેડાં કરનાર ગણાવતાં કહ્યું હતું કે તેનો બજાર નિયમનકાર સેબીના ચેરપર્સન અથવા તેમના પતિ સાથે કોઈ વ્યાવસાયિક સંબંધ નથી. ફક્ત અંગત નફો કરવાના હેતુથી જ આવા આરોપો મુકાયા છે. તેમાં કોઈ સત્ય નથી.
અદાણી ગ્રુપે સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે . “આ હરકત વ્યક્તિગત નફાખોરી, તથ્યો અને કાયદાની અવગણના કરવા માટે પૂર્વ-નિર્ધારિત નિષ્કર્ષ પર પહોંચવાના હેતુથી કરવામાં આવી છે.
અદાણી જૂથે કહ્યું છે કે “અમે અદાણી જૂથ સામેના આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ,” . “આ ખોટા દાવાઓનું પુનરાવર્તન છે જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, તે પાયાવિહોણા સાબિત થયા છે, અને જાન્યુઆરી, 2024 માં સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલાથી જ નકારી કાઢવામાં આવ્યા હતા.
હિન્ડેનબર્ગે શનિવારે રાત્રે બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે સેબીના વડા માધવી પુરી બુચ અને તેમના પતિએ ઓફશોર એન્ટિટીમાં રોકાણ કર્યું હતું જે કથિત રીતે ઇન્ડિયા ઇન્ફોલાઇન દ્વારા સંચાલિત ફંડનો ભાગ હતો અને જેમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ પણ રોકાણ કર્યું હતું .
હિન્ડેનબર્ગના જણાવ્યા મુજબ, બૂચ દંપતી દ્વારા આ રોકાણો 2015ના છે, જે 2017માં સેબીના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે માધવીની નિમણૂક અને માર્ચ 2022માં ચેરપર્સન તરીકેની તેમની પદોન્નતિ પહેલાના છે.