સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે શું કહ્યું ગૃહમંત્રી અમિત શાહે ? જુઓ
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના પગલાંને બંધારણીય રીતે યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાની પ્રતિક્રિયામાં ખુશાલી વ્યક્ત કરી કહ્યું હતું કે અદાલતના ફેસલાએ સાબિત કરી દીધું કે સરકારનો નિર્ણય બંધારણીય જ હતો.
એમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાને કલમ 370 નાબૂદ કરવાનો દૂરદર્શી ફેસલો કર્યો હતો. ત્યારબાદથી જ જમ્મુ -કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પાછી ફરી છે. પ્રગતિ અને વિકાસે જમ્મુ કાશ્મીર ખીણમાં માનવ જીવનને નવો અર્થ આપ્યો છે. એમણે કહ્યું કે દરેક લોકો આ ચુકાદાને આવકારે છે. ખીણમાં લોકોની આવકનું પ્રમાણ પણ વધ્યું છે અને વિકાસ ઝડપી બન્યો છે.