દીલ્હીનાં એલજીએ શું કહ્યું કેજરીવાલ વિષે ? વાંચો
દીલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલની પાર્ટીએ એવી જાહેરાત કરી હતી કે કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે પણ તેમાં મોટો અવરોધ સર્જાયો છે કારણ કે દીલ્હીનાં એલજીએ સાફ શબ્દોમાં એમ કહી દીધું હતું કે કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે નહીં.
એલજી વી . કે. સક્સેનાએ આ મુજબની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે રાજ ભવન અને દીલ્હી સરકાર વચ્ચે ટકરાવ વધી શકે છે. હવે એ જોવું વધુ દિલચસ્પ થઈ ગયું છે કે દીલ્હીની સરકાર કેવી રીતે ચાલશે. કામ કાજ કેવી રીતે આગળ વધશે. એક મીડિયા સમિટમાં સક્સેનાએ આ વાતની ચોખવટ કરી હતી.
એમણે કહ્યું હતું કે હું દીલ્હીનાં લોકોને ભરોસો આપી શકું છું કે કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી નહીં શકે. બીજી બાજુ અરવિંદ કેજરીવાલે પણ સાફ કહ્યું છે કે તેઓ રાજીનામું આપશે જ નહીં. એમના નેતાઓએ પણ આ મુજબના નિવેદનો જારી કર્યા હતા કે કેજરીવાલ કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં.
આપ દ્વારા દીલ્હીની જનતાનો મત પણ લેવામાં આવ્યો હતો કે જો કેજરીવાલ જેલમાં જાય છે તો એમણે રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી જ સરકાર ચલાવવી જોઈએ. મોટા ભાગના લોકોએ જેલમાંથી સરકાર ચલાવવાનો મત આપ્યો હતો તેવો દાવો આપના નેતાઓએ કર્યો છે. જો કે હવે એલજીએ જેલમાંથી સરકાર ચલાવી શકાશે નહીં તેવી સાફ વાત કરી દીધી છે ત્યારે હવે ખરાખરીના ખેલ થઈ શકે છે.