મુખ્યમંત્રી બન્યા બાદ છત્તીસગઢના નેતા વિષ્ણુદેવે શું કહ્યું ?
છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયનું નામ જાહેર થતાં જ એમના પર અભિનંદનની વર્ષા થઈ હતી. પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં સાયએ કહ્યું હતું કે હું મોવડી મંડળનો આભારી છું કે મને મોટી જવાબદારી સોંપી છે. જનતાનો પણ આભારી છું.
એમણે એમ પણ કહ્યું હતું કે હું અમારી સરકાર મારફત વડાપ્રધાન મોદીની ગેરંટીને પૂરી કરવા માટે ભરપૂર પ્રયાસ કરતો રહીશ અને પાર્ટીના વિકાસના એજનડાને આગળ વધારતો રહીશ.