ચુંટણી બોન્ડ વિષે અમિત શાહે શું કહ્યું ? જુઓ
નાગરિકતા અંગે શું બોલ્યા ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમમાં સંબોધન આપતાં કહ્યું હતું કે જો ઇલેકટોરલ બોન્ડની બધી વિગતો જાહેર થશે તો વિપક્ષ કોઈને મોઢું બતાવવા જેવો રહેશે નહીં. એમણે એવો આરોપ મૂક્યો હતો કે કાળા ધનને રોકવા માટે આ કાયદો બનાવાયો છે.
શાહે એવો આરોપ પણ મૂક્યો હતો કે આ કાયદો આવ્યો તે પહેલા વિપક્ષ દ્વારા મોટા પાયે ચુંટણી દાનમાં રોકડ રકમ લેતા હતા. એટલા માટે જ સમગ્ર સિસ્ટમમાં કાળા ધનની બોલબાલા હતી. દાનની બધી વિગતો જાહેર થયા બાદ દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ જશે.
અન્ય મુદ્દા પર બોલતાં શાહે કહ્યું હતું કે સીએએ માત્ર નાગરિકતા આપવાનો કાયદો છે અને તે નાગરિકતા છીનવી લેવાનો છે જ નહીં. વિપક્ષના લોકો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અનેક દેશના લોકોને ન્યાય અને સન્માન આપવા માટે આ કાયદો બન્યો છે.
વડાપ્રધાન વિષે એમણે કહ્યું હતું કે વિપક્ષ મોદીને જેટલી ગાળો આપશે એટલો જ કમળ વધુ ખિલશે. અમે 10 વર્ષમાં દેશનો ચહેરો બદલી નાખ્યો છે અને તેના પૂરાવા અમારી પાસે છે. જનતા પણ મોદી પર જ ભરોસો કરી રહી છે અને એટલા માટે જ 400 પારનું સૂત્ર ચાલી રહ્યું છે.