સુપ્રીમ કોર્ટે કેન્દ્રને શું લગાવ્યો ફટકો ? વાંચો
કયા પગલાંને અયોગ્ય ગણાવ્યો ?
ઓનલાઈન કન્ટેન્ટ ઉપર દેખરેખ રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી ફેક્ટ ચેક યુનિટ ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. પાછલા વર્ષે એપ્રિલમાં કેન્દ્ર સરકારે આ યુનિટનું એલાન કરીને કહ્યું હતું કે ઓનલાઈન પર જે કઈ સરકાર વિષે મૂકવામાં આવે છે તેનું આ યુનિટ ફેક્ટ ચેક કરશે.
આ જાહેરાત બાદ ઘણા લોકોએ વાંધો લીધો હતો અને તેને અભિવ્યક્તિની આઝાદી ઉપર તરાપ સમાન ગણાવી તેની ટીકા કરી હતી. સરકારે એમ પણ જાહેર કર્યું હતું કે જો ફેક્ટ ચેક દ્વારા કોઈ માહિતી ખોટી બતાવાશે તો તેને પબ્લીશ કરવા પર રોક લાગશે.
ત્યારબાદ અનેક સંસ્થાઓ દ્વારા અને પક્ષો દ્વારા મુંબઈ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. અદાલતમાં સુનાવણી બાદ કોર્ટે સરકારના આ પગલાંને અયોગ્ય ગણાવી એમ ઠરાવ્યું હતું કે આવા ફેક્ટ ચેક તે અભિવ્યક્તિની આઝાદી ઉપર તરાપ છે.
સુપ્રીમ કોર્ટે આવા કોઈ પણ યુનિટ પર રોક લગાવતો હુકમ જારી કર્યો હતો. આમ કેન્દ્ર સરકારને અદાલતથી ફટકો પડ્યો હતો. અનેક વિપક્ષી પાર્ટીઓ અને પ્રેસ સંગઠનો દ્વારા સરકારના આ પગલાં સામે વાંધો લેવાયો હતો.