અમેરિકાએ ભારતને શું આપ્યો મોટો ઝટકો ? શું બંધ કરી દીધું ? જુઓ
અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને મોટો ઝટકો આપ્યો છે. એલન મસ્કના નેતૃત્વ હેઠળના ડિઓજીઇ વિભાગે ભારતમાં વૉટર ટર્નઆઉટ માટે ફાળવવામાં આવતી 21 મિલિયન ડૉલરની ફન્ડિંગને રદ કરવાની જાહેરાત કરી ચોંકાવી દીધા છે. મસ્કના આ વિભાગ તરફથી એક્સ પર ટ્વિટ કરવામાં આવી હતી કે અમેરિકન ટેક્સપેયર્સના પૈસા અત્યાર સુધી આ મામલાઓ પર ખર્ચવામાં આવતા હતા જે હવે બંધ કરવામાં આવી રહ્યા છે. જો કે બાંગ્લાદેશની ફંડિંગ પણ બંધ કરી દેવાઈ છે. મોદી સાથે ટ્રમ્પની દોસ્તી છે પણ ધંધામાં ભાઈબંધી નહીં તેવું અમેરિકાનું વલણ દેખાય છે .

અમેરિકાના ડીઓજીઇ વિભાગ દ્વારા રદ કરાયેલી અન્ય ફન્ડિંગમાં ઘણી બાબત સામેલ છે. આ મામલે ભારત તરફથી ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે વોટર ટર્નઆઉટ માટે 21 મિલિયન ડૉલરની ફન્ડિંગ શબ્દ પર વાંધો ઊઠાવતા સવાલ કર્યો અને કહ્યું કે આ નક્કી જ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ દર્શાવે છે. આનાથી કોને લાભ થતો હશે? નક્કી જ સત્તાપક્ષને નહીં! ભારત ઉપરાંત અમેરિકાએ અન્ય દેશોના વોટર ટર્નઆઉટ ફન્ડિંગમાં પણ કાપ મૂક્યો હતો.
આ સાથે બાંગ્લાદેશને અપાતી 29 મિલિયન ડૉલરની ગ્રાન્ટ પણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટે વિદેશી સહાયતા હેઠળ અપાતી ફન્ડિંગમાં કુલ 723 મિલિયન ડૉલરનો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને તેના બાદ અમેરિકાથી આ નિર્ણયની જાણકારી અપાઈ છે.
આમ અમેરિકા હવે કોઈ બાબતમાં ભારતની કે પછી મોદીની શરમ રાખવા માંગતો નથી. ટેરિફની બાબતમાં પણ અમેરિકાનું આવું જ વલણ રહ્યું છે અને મોદી સાથે દોસ્તી સાચી પણ ધંધામાં ભાઈબંધી નહીં તેવું અમેરિકાનું વલણ દેખાય છે .