૨૦૨૪ ની અંતિમ મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ શું અપીલ કરી ? જુઓ
વડાપ્રધાન મોદીએ રવિવારે ૨૦૨૪ ના વર્ષની અંતિમ મન કી બાત કરી હતી. જેમાં એમણે એકતાનો સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે સમાજમાંથી વિભાજન અને નફરતને સમાપ્ત કરવાના સંકલ્પ સાથે બધાએ મહાકુંભમા ભાગ લેવાનો છે. એમણે લોકોને આવી અપીલ કરી હતી. કે બંધારણની જાણકારી બધા રાખે અને એક વેબસાઇટ બની છે તેનો ઉપયોગ કરે. CONSTITUTION75.COM પર બધા માહિતી મેળવે. અલગ અલગ ભાષાઓમાં જાણકારી અપાઈ છે.
એમણે કહ્યું મહાકુંભમાં પ્રથમવાર એઆઈ ચેટબોટનો ઉપયોગ થવાનો છે જે ૧૧ ભાષાઓમાં કુંભને લગતી માહિતી આપશે. લોકો તેની પાસેથી મદદ માંગી શકશે. સમગ્ર મેળાને એઆઈ કેમેરાથી કવર કરવામાં આવશે.
બંધારણને લીધે જ હું વડાપ્રધાન છું
એમણે બંધારણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેને લીધે જ હું આ સ્થાન પર છું અને તમારી સાથે વાત કરી રહ્યો છું. આપણુ બંધારણ સમયની દરેક કસોટીમાંથી પસાર થયું છે. તે આપણું સાચું માર્ગદર્શક છે. બંધારણ ૭૫ વર્ષ પૂરા કરે છે તે બધા માટે સન્માનની વાત છે.
બોલિવૂડ અંગે શું બોલ્યા
વડાપ્રધાને બોલિવૂડની વાત પણ કરી હતી અને એક્ટર તથા દિગ્દર્શક- નિર્માતા રાજ કપૂરને યાદ કર્યા હતા. એમના વખાણ કર્યા હતા અને સિનેમા જગતની પ્રગતિ દુનિયાને પ્રભાવિત કરે છે તેમ કહીને ગાયક મોહમ્મદ રફીને પણ યાદ કરીને કહ્યું હતું કે એમના અવાજમાં જાદુ હતો. એમણે જીવનના દરેક ભાવને જીવંત કર્યા હતા. આજે પણ યુવકો એમના ગીતનો આનદ લે છે. વડાપ્રધાને તેલુગુ ફિલ્મ અંગે પણ નાગેશ્વર રાવને યાદ કરીને કહ્યું હતું કે એમની ફિલ્મોએ ભારતીય પરંપરા અને મૂલ્યોને દુનિયા સામે રાખ્યા છે.
વેવઝ સમિટ યોજાશે
વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે દેશની ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીને વધુ ઊંચાઈ આપવા માટે આવતા વર્ષે વેવઝ સમિટનું આયોજન થવાનું છે. દુનિયાભરના મનોરંજન જગતના મહારથીઓ ભારતમાં આવશે. એમણે કહ્યું કે ફિજીમાં યુવકો તામિલ ભાષા શીખી રહ્યા છે. ફિલ્મો દુનિયામાં ભારતની આદર્શ તસવીર મૂકે છે.