ટીવી મોંઘા થશે ? કેટલો વધારો થશે ? જુઓ
- નાના અને મોટા બંનેના ભાવ વધશે
જો તમે ટીવી ખરીદવાનો વિચાર કરતાં હો તો તમારે વધુ રૂપિયા ચૂકવવા પડશે કારણ કે થોડાક દિવસો બાદ ટીવીના ભાવમાં 10 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે. ટીવીની પેનલ બનાવવામાં ઉપયોગમાં આવતા ઓપન સેલના ભાવ સતત વધી રહ્યા છે અને હવે નિર્માતા કંપનીઓ પાસે ભાવ વધારા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી.
કંપનીઓના જણાવ્યા મુજબ મહામારી બાદથી જ ઓપન સેલના ભાવ વધી રહ્યા છે અને ડિસેમ્બર સુધી તો તેના ભાવમાં 20 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. હવે પેનલ બનાવનારી કંપનીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં ભાવ 15 ટકા જેટલો વધારવાની તૈયારી કરી રહી છે.
ત્યારબાદ ટીવીના ભાવમાં પણ 10 ટકાના વધારાની સંભાવના છે. આમ આગામી દિવસોમાં ટીવી ખરીદવું લોકોને મોંઘું પડી શકે છે. ઓપન સેલ ટીવીનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. ઉત્પાદન ઉપર થતા ખર્ચમાં 60 ટકા તો તેની જ હિસ્સેદારી હોય છે. બીજા પાર્ટસ પણ મોંઘા હોય છે અને કંપનીઓ હવે ગમે ત્યારે ટીવીના ભાવમાં વધારો ઝીકી શકે છે.
એક કંપનીએ એવો સંકેત આપ્યો છે કે નાની અને મોટી સ્ક્રીન બંને ટીવીના ભાવમાં વધારો થઈ શકે છે. ટીવી કંપનીઓ જ નક્કી કરશે કે ભાવ વધારો કેટલો કરવો પણ 10 ટકા અથવા તેનાથી વધુ વધારો હોય શકે છે.