આજે UAEની ધરતી પર હિન્દુ મદિરનુ લોકાર્પણ એક ઐતિહાસિક ક્ષણ
- BAPSના સત જ્ઞાનવત્સલ સ્વામીની પવોઇસ ઓફ ડેથ સાથે ખાસ વાતચીત
- વસત પંચમીના રોજ સવારે પરમ પૂજ્ય મહત સ્વામી
- મહારાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને સાજે લોકાર્પણ થશે
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે
પ્રમુખસ્વામી મહારાજે ૨૭ વર્ષ પહેલાં અબુધાબીમાં મદિર કરવાનો મહાન સંકલ્પ મહંત સ્વામી મહારાજે કર્યો સાકાર
અબુધાબી : બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સસ્થાના સત પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ યુએઈની ધરતી ઉપર ૨૭ એકર જેટલી વિશાળ જગ્યામા નિર્માણ પામેલા હિન્દુ મદિર ના લોકાર્પણ ના દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે. વોઇસ ઓફ ડે સાથેની ખાસ વાતચીતમા જ્ઞાનવત્સલ સ્વામી એ કહ્યુ હતુ કે આ મદિરના લોકાર્પણની સાથે જ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ૧૯૯૭ મા જે સકલ્પ લીધો હતો તે પરિપૂર્ણ થશે.
તેમણે કહ્યુ હતુ કે, આજે અબુ ધાબીના ઐતિહાસિક ઇઅઙજ હિન્દુ મદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સદેશ લઈને આવી રહ્યો છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મદિર નિર્માણ કર્યું છે.
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ભારતીય સમય પ્રમાણે સવારે ૮:૪૫ પછી શરૂ થશે, જ્યારે સધ્યા સમયે લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાજે ૬ થી ૯:૫૦ દરમિયાન યોજાશે.
યુ.એ.ઈ.ના લાખો ભારતીયો આ ગૌરવશાળી ક્ષણ માટે રોમાચિત છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૫ અને ૨૦૧૮ મા અહી પધારીને આ મદિરની વિધિવત જાહેરાત કરી ત્યારે અહી વસતા આશરે ૩૩ લાખ ભારતીયોમા ઉત્સાહનું મોજુ ફરી વળ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, મદિર માટેની ભૂમિનું ઉદાર દિલે યુ. એ. ઈ. ના શાસકો દ્વારા દાન કરવામા આવ્યુ હતુ. સાથે-સાથે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સમક્ષ જ્યારે મદિર નિર્માણની ડિઝાઇન રજૂ કરવામા આવી ત્યારે તેમણે શિખરબધ્ધ મદિરનો વિકલ્પ પસદ કર્યો હતો.
આ મદિરના સંકલ્પમૂર્તિ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ૫ એપ્રિલ, ૧૯૯૭ ના રોજ, શારજાહના રણમા પ્રાર્થના કરતા ઉચ્ચાર્યું હતુ, “અહીં અને વિશ્વમા શાતિ પ્રસરે, બધા ધર્મોનો પરસ્પર આદર વધે, બધા દેશો એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહથી મુક્ત થાય, અને સર્વે પોતપોતાની આગવી રીતે પ્રગતિ કરે. અબુ ધાબીમા મદિર થાય, અને તે મદિર દેશો, સસ્કૃતિઓ, ધર્મો અને સમુદાયોને એકબીજાની નજીક લાવે.”
૨૦૧૫મા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ઞઅઊ આર્મ્ડ ફોર્સથના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મદિરના નિર્માણ માટે ૧૩.૫ એકર જમીન દાનમા આપી હતી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ફેબ્રુઆરી ૧૧, ૨૦૧૮ મા આ મદિર પ્રોજેક્ટ લોન્ચ કરવામા આવ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૧૯મા યર ઓફ ટોલરન્સ દરમિયાન, યુ. એ. ઈ. ના શાસકો દ્વારા વધુ ૧૩.૫ એકર જમીન ફાળવી – કુલ ૨૭ એકર જમીન મદિર માટે ભેટમા આપવામા આવી હતી.
આ મદિરના સર્જક પૂજ્ય મહત સ્વામી મહારાજે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા ૨૨ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ આ મદિર માટે આશીર્વાદ આપતા કહ્યુ હતુ, “આ મદિર પ્રેમ, શાતિ અને સંવાદિતાનું ધામ બનશે. આ મદિર દ્વારા લોકોના જીવન પરિવર્તનરૂપી ચમત્કારો સર્જાશે. શ્રદ્ધા, હકારાત્મકતા અને આધ્યાત્મિક એકતાનો નવો યુગ પ્રારભ થશે.”
અબુધાબીમાં નિર્માણ પામેલું બાપ્સનું મદિર અને તેને કરવામા આવેલો શણગાર અને રોશની વિવિધ તસ્વીરોમાં નજરે પડે છે.
અબુધાબીના મદિરની વ્યવસ્થામા રાજકોટની ટીમ
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સસ્થાના મદિર નિર્માણની વિશેષતા એ હોય છે કે તેમા સેંકડોની સખ્યામા હરિભક્તો અને કાર્યકરોએ સેવા કરી હોય છે. દિલ્હી, લંડન,અમેરિકા કે પછી રાજકોટ કોઈપણ મદિરમા કાર્યકરોની સેવા પ્રશસનીય હોય છે. અબુધાબીમાં આજે મદિરનુ લોકાર્પણ થવા જઈ રહ્યુ છે ત્યારે ત્યાની વ્યવસ્થામા રાજકોટ બાપ્સ મદિરના સક્રિય કાર્યકરો યોગેશ પારેખ, સ્મિત કાચા, નિર્મલ ટાક અને કીર્તન સિહ જાડેજા જોડાયેલા છે. આ બધા સેવાભાવી યુવાનો ૮ તારીખથી અબુધાબી પહોંચી ગયા છે અને ૧૮ તારીખ સુધી ત્યા જ રહીને સેવા આપવાના છે.