પહેલા વરસાદમાં જ રાજકોટના ત્રણ જળાશયો 100% ભરાયા, જુઓ
રાજકોટમાં આવેલા ધોધમાર વરસાદના કારણે શહેરના 3 જળાશયો 100 ટકા ભર્યા છે. મોજ, ફોફડ અને સોડવડર ડેમ 100% ભરાયા છે, જ્યારે રાજકોટના 24 જળાશયો હજુ ખાલી છે.
રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા અને પૂર પણ આવ્યા. ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં રાજકોટના 3 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. રાજકોટના મોજ, ફોફડ અને સોડવડર ડેમ 100% ભરાયા છે. જયારે 24 એવા જળાશયો છે જે હજુ ખાલી છે. જેમાં ન્યારી 2 ડેમ 10 ટકા અને ભાદર 2 ડેમ 20 ટકા ખાલી છે.
- ભાદર – 33.04%
- મોજ – 100%
- ફોફડ – 100%
- વેણુ 2 – 76.43%
- આજી 1 – 46.66%
- આજી 2 – 73.29%
- આજી3 – 61.34 %
- સોડવડર – 100.00 %
- સૂરવો – 38.81 %
- ડોડી – 65.79%
- ગોંડલી – 0.22%
- વાછપરી – 2.81%
- વેરી – 1.08%
- ન્યારી 1 – 37.06%
- ન્યારી 2 – 90.59%
- મોતીસર – 3.88%
- ફાડદંગબેટી – 7.36%
- ખોડપીપર – 47.46%
- લાલપરી – 25.64%
- છાપરવાડી 1 – 0.54
- છાપરવાળી 2 – 68.02%
- ઈશ્વરીયા – 1.94%
- કરમાડ – 3.54%
- ભાદર 2 – 81.11%
- કરણુકી – 25.77%
- ઘેલા સોમનાથ – 5.49%
- માલગઢ – 4.19%