ઇઝરાયલમાં બસ સ્ટેશન પાસે આતંકી હુમલો : 1 નું મોત; 11 ગંભીર
ઇઝરાયલ પર રવિવારે ફરીવાર આતંકી હુમલો થયો હતો જેમાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બનતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ઘાયલોને સૈનિકોએ તરત જ હોસ્પિટલ ખસેડયા હતા. એક આતંકીને સૈનિકોએ ઠાર કર્યો હતો.
ઇઝરાયલના બીરશેબા શહેરમાં સાંજે બસ સ્ટેશન પાસે જ અજાણ્યા હુમલાખોરો ત્રાટક્યા હતા અને લોકોની વધુ હાજરી હતી ત્યાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું જેમાં સ્થળ પર જ એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી મેડિકલ ટીમ પહોંચી ગઈ હતી અને જવાનો સમગ્ર વિસ્તારમાં ગોઠવાઈ ગયા હતા. ઇઝરાયલના મંત્રીઓએ એમ કહ્યું હતું કે આતંકવાદી હુમલો થયો છે અને અમે 1 આતંકીને ઠાર કર્યો છે.
પાછલા એક સપ્તાહમાં ઇઝરાયલમાં અંધાધૂંધ ગોળીબારની આ બીજી ઘટના બની હતી. આ પહેલા પણ વધુ લોકોની હાજરી વાળા વિસ્તારમાં બેફામ ગોળીબાર થયો હતો.