ચીનના શીનજીયાંગ પ્રાંતમાં જોરદાર ધરતીકંપ, વાંચો કેટલી તીવ્રતા રહી, અનેક મકાનો ધ્વસ્ત
- 40 આફ્ટર શોક
- દિલ્હીમાં પણ આંચકા અનુભવાયા
સોમવારે રાત્રે 11 39 વાગ્યે કિર્ગિસ્તાન બોર્ડર નજીક આવેલ ચીનના દક્ષિણ સીનજીયાંગ પ્રાંતમાં 7.2 ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભારે ખાનાખરાબી થઈ હતી. આ ભયંકર ધરતીકંપને કારણે ઓછામાં ઓછા 120 મકાનો ધ્વસ્ત થઈ ગયા હોવાનું ગ્લોબલ ટાઈમ્સ ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 22 કિલોમીટર નીચે હતું. આ ભૂકંપ બાદ વધુ 40 આફ્ટર શોકે આવતા ધરા સતત ધ્રુજતી રહી હતી.તંત્ર ના જણાવ્યા અનુસાર વ્યાપક નુકસાનને કારણે 27 ટ્રેનો રોકી દેવાની ફરજ પડી હતી. તૂટી પહેલા મકાનોના કાટમાં હેઠળ દબાયેલા લોકોને બચાવવા માટે દોડાવવામાં આવી હતી.
ચીનમાં આવેલા આ ભૂકંપની અસર હેઠળ દિલ્હી એનસીઆર માં પણ આજકા અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને અનેક લોકો ખુલ્લામાં રસ્તા પર દોડી આવ્યા હતા. નોંધનીય છે કે આ અગાઉ 11મી જાન્યુઆરીએ અફઘાનિસ્તાનના હિન્દુ કોષ ક્ષેત્રમાં આવેલ 6.1 ની તીવ્રતાના ભૂકંપે પણ ભારે તબાહી સરજી હતી અને એ સમયે પણ જમ્મુ કાશ્મીરથી લઈ અને જયપુર અને દિલ્હી એનસીઆર સુધીની ધારા ધ્રુજી ઉઠી હતી.