લે બોલો !! ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપની જર્સી જેઠાલાલ જેવી છે’, ફેન્સે શેર કર્યા મીમ્સ
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આગામી T20 વર્લ્ડ કપ 2024માં નવી જર્સી પહેરશે. બીસીસીઆઈએ 6 મેના રોજ જર્સી લોન્ચ કરી હતી, જેમાં ખભા પર ભારતનો ઝંડો રાખવામાં આવ્યો છે. જ્યારે મોટાભાગની જર્સી વાદળી છે. બીસીસીઆઈના એપેરલ પાર્ટનર એડિડાસે જર્સીની ડિઝાઈન તૈયાર કરી છે. તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર, BCCIના ઓફિશિયલ કિટ સ્પોન્સર Adidas એ કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અનુભવી સ્પિનર કુલદીપ યાદવનો એક વીડિયો શેર કર્યો છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો ફરીથી પોસ્ટ કર્યો છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “એક જર્સી. એક રાષ્ટ્ર. પેશ છે ટીમ ઈન્ડિયાની નવી T20 જર્સી.” ભારતના ત્રિરંગાને જર્સીના કોલર પર પટ્ટા તરીકે દર્શાવવામાં આવશે, જેણે મોટાભાગના ચાહકોને પ્રભાવિત કર્યા છે. કેટલાક ચાહકો એવા છે જેમને વાદળી અને કેસરી રંગનું મિશ્રણ પસંદ નથી. નવી જર્સી લોન્ચ થયા બાદ કેટલાક મીમ્સ પણ સામે આવ્યા છે.
‘ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપની જર્સી જેઠાલાલ જેવી છે’, ચાહકોએ શેર કર્યા મીમ્સ. ચાલો નજર કરીએ મીમ્સ પર કે ફેન્સે ન્યુ જર્સી પર કેવી કેવી કોમેન્ટ કરી છે.
This could be the worst jersey of Indian Cricket team ever. pic.twitter.com/RQBzaON7iv
— Y🌙 (@ysweety011) May 6, 2024
Oh wow, that's quite the comparison! 😄 Jokes aside, and to be honest, this is the worst jersey ever created for the Indian cricket team.#T20WorldCup #Jersey #BCCI pic.twitter.com/eLuzizpChw
— Muhammad Musadiq 🇸🇦 (@mmusadik20) May 6, 2024
Indian Cricket Team Jersey Inspired By*#AdidasGetsMoving #jersey pic.twitter.com/GHsRE80Qel
— Deadman (@DeadmanSays_) May 6, 2024
Team India's Jersey for T20 world Cup 2024 is inspired by Jethalal 😂😂 pic.twitter.com/S1Mfj6QRuL
— Virat Kohli Fan Club (@Trend_VKohli) May 6, 2024
ભારત 5 જૂનના રોજ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 9 જૂને તે જ સ્થળે પાકિસ્તાન સામે નિર્ણાયક મેચ રમાશે. આ પછી ભારત ક્રમશઃ 12 અને 15 જૂને અમેરિકા અને કેનેડા સામે રમશે.