સોશિયલ મીડિયાના શહેનશાહ નરેન્દ્ર મોદી, જુઓ કેટલા યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર થયા
લોકપ્રિયતાના મામલામાં દુનિયામાં ટોચ પર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેઓ વિશ્વના પ્રથમ એવા નેતા બન્યા છે જેમના યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબરની સંખ્યા 2 કરોડ સુધી પહોંચી ગઈ છે.
- યુટ્યુબ ચેનલ પર 2 કરોડ સબસ્ક્રાઈબર થયા: અજોડ સિદ્ધિ મેળવનારા વિશ્વના પ્રથમ નેતા
આ યુટ્યુબ ચેનલ પર વડાપ્રધાન મોદીના અલગ-અલગ પ્રસંગોના સંબોધનોના વિડીયો અપલોડ કરવામાં આવે છે સાથોસાથ લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે. વડાપ્રધાન દેશ અથવા દુનિયામાં જ્યાં પણ કોઈ કાર્યક્રમમાં હાજરી આપે છે અને ત્યાં સંબોધન કરે છે ત્યારે આ ચેનલ પર બતાવવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વડાપ્રધાનની પ્રભાવક હાજરી છે. એમના એક્સ (ટ્વિટર) પર 94 મિલિયન ફોલોઅર છે. એજ રીતે ઇન્સ્ટાગ્રામ પર 82.7 મિલિયન ફોલોઅર છે. ફેસબૂક પર પણ વડાપ્રધાનના 48 મિલિયન ફોલોઅર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓ પૈકી એક છે.