શરદ પવારને શું લાગ્યો ફટકો ? વાંચો
રાજનીતિના ખેલાડી એવા શરદ પવારને મોટો ઝટકો લાગ્યો હતો. ચૂંટણી પંચે અજિત જૂથને અસલી એનસીપી ગણાવી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે, તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, અજિત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ભત્રીજાએ કાકાને લૂટી લીધા છે.
અજિત પવારને તેમના કાકા શરદ પવાર સાથે અસલી એનસીપીને લઈને 6 મહિનાથી વિવાદ ચાલતો હતો. સપ્ટેમ્બર 2023માં અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે પવારની એનસીપીમાંથી અલગ થઈને શિંદે-ભાજપ સાથે મળી ગયા હતા અને સરકાર રચી હતી જેમા તેઓ ડેપ્યુટી સીએમ બન્યાં હતા.
શરદ પવાર જૂથે આ મામલે ચૂંટણી પંચમા પડકાર્યો હતો અને પોતાને જ અસલી શિવસેના ગણાવી હતી જેની પર આજે ચૂંટણી પંચે નિર્ણય જાહેર કર્યો હતો. અત્યાર સુધીમાં પંચે 10 સુનવણીઑ કરી હતી.
દરમિયાનમાં શરદ પવાર જૂથને પોતાની પાર્ટીનું નવું નામ આપવા માટે ચુંટણી પંચે શરદ પાસેથી 3 નામ માગ્યા છે. બુધવાર એટલે કે આજે 3 વાગ્યા સુધીમાં નામ મોકલી દેવાના રહેશે. જો નામ ના મોકલે તો અપક્ષ તરીકે ચુંટણી લડવી પડશે.